કંગાળ પાકિસ્તાનને IMFનું 1.17 અબજ ડોલરનું પેકેજ, દેશમાં ખુશીની લહેર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-30 13:01:16

આર્થિક નાદારીની સ્થિતી સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાન માટે રાહતના સમાચાર આવ્યા છે. આંતરરાષ્ટ્રિય નાણા ભંડોળ (IMF)ના એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળી અને પાકિસ્તાનને રાહત પેકેજને મંજૂરી આપી. 1.17 અબજ ડોલરના 7માં અને 8માં તબક્કા એક્સટેન્ડેડ ફંડ ફેસિલિટી (EFF) પ્રોગ્રામ હેઠળ આપવામાં આવશે. વિદેશી હૂંડિયામણની અછતનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આ મોટી રાહત છે. વોશિંગ્ટનમાં IMF એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં આ સંબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.


1.17 અબજ ડોલરનું પેકેજ


પાકિસ્તાનના નાણા મંત્રી મિફ્તાહ ઈસ્માઈલે કહ્યું કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના બોર્ડે EFF પ્રોગ્રામ હેઠળ રાહત પેકેજને મંજૂરી આપી છે. મિફ્તાહ ઈસ્માઈલે ટ્વીટ કર્યું, “આપણને હવે 1.17 અબજ ડોલરનો 7મો અને 8મો હપ્તો મળશે. કઠિન નિર્ણયો લેવા અને પાકિસ્તાનને ડિફોલ્ટથી બચાવવા માટે હું વડા પ્રધાન શાહબાઝ શરીફનો આભાર માનું છું. હું રાષ્ટ્રને અભિનંદન આપવા માંગુ છું.


2019માં IMF સાથે થઈ હતી ડીલ


પાકિસ્તાન અને IMF વચ્ચે જુલાઈ 2019માં 6 અબજ ડોલરની ડીલ થઈ હતી, જે વર્ષ 2020માં પાટા પરથી ઉતરી ગઈ હતી. ગયા વર્ષે માર્ચમાં તેને અમુક અંશે પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું. ઈમરાન ખાનની સરકારને પછાડ્યા બાદ શાહબાઝ શરીફ સરકારે ફરી એકવાર આ ડીલને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કર્યો. IMFએ પણ 2023 સુધીમાં દેવું વધારીને 7 અબજ કરવાની જાહેરાત કરી છે.


શાહબાઝે ઈમરાન પર સાધ્યું નિશાન


IMFના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર એન્ટોનેટ સાઈહે એક નિવેદનમાં જણાવ્યું કે, "યુક્રેન યુદ્ધ અને દેશની અંદરના પડકારોથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પ્રભાવિત થઈ છે." IMFની બેઠક પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે પૂર્વ પીએમ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ પર નિશાન સાધતા કહ્યું કે તે  IMF સાથેના કરારને તોડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું હતું કે સ્વકેન્દ્રી રાજનીતિ દેશ માટે સારી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે