પાકિસ્તાને ફંડ મેળવવા માટે ગીરો મુક્યું તેનું આ બંદર, હવે UAE કરશે કરાચી પોર્ટનું સંચાલન


  • Published By :
  • Published Date : 2023-06-23 15:33:19

ભારતનો પાડોશી પાકિસ્તાન કાળઝાળ મોંઘવારી અને વિદેશી ભંડોળની અછતનો સામનો કરી રહ્યો છે. હવે પાકિસ્તાને કરાચી પોર્ટ ટર્મિનલ  (KPT) સંયુક્ત અરબ અમિરાત (UAE)ને સોંપી દીધું છે. પાકિસ્તાનના આ પગલાથી તેને UAEની આર્થિક મેળવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ભયાનક મોંઘવારીનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ફુગાવાનો આંક 55 વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. દેશનું વિદેશની ચલણનું ભંડોળ પૂરી થવાના આરે છે. 


પાકિસ્તાનને UAE કરશે મદદ


હવે જ્યારે પાકિસ્તાને તેનું મહત્વનું બંદર UAEને સોંપી દીધું છે તો તેને UAE તરફથી આર્થિક મદદ મળી શકશે. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે નાણા મંત્રી ઈશાક દારે સોમવારે બેઠકમાં નિર્ણય કર્યો કે કરાચી પોર્ટ ટ્ર્સ્ટ  અને UAEવચ્ચે એક કોમર્શિયલ એગ્રીમેન્ટ પર ચર્ચા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે થયેલી સમજુતી મુજબ કરાચી પોર્ટના માટે UAE દ્વારા રચવામાં આવેલી કંપની તેનું સંચાલન, રોકાણ, અને વિકાસ સમજુતીઓને પુરી કરવા માટે મંજુરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મહિનાના અંત સુધી આર્થિક મદદને લઈ કોઈ સમજુતી થવાની આશા છે. પાકિસ્તાનને વિદેશી કેશ ફ્લોની જરૂર છે, અને તે નાની લેવડ દેવડની સમસ્યાથી સમાધાન નહીં કરી શકે. UAEને ટર્મિનલ આપવામાં આવ્યા બાદ રાષ્ટ્રિય કટોકટીની સ્થિતીમાં કે સુરક્ષાની સ્થિતીમાં પાકિસ્તાનને ટર્મિનલ તેના કબજામાં લેવાનો અધિકાર રહેશે.



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.