Pakistan: નવાઝ શરીફની લાહોરમાં યોજાયેલી રેલીમાં સિંહ અને વાઘે આકર્ષણ જગાવ્યું, Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-01-23 20:20:28

પાકિસ્તાનમાં પાર્લામેન્ટની ચૂંટણી માટેનું પ્રચાર અભિયાન જોર પર છે. આ વખતે સત્તામાં આવવાના મજબુત દાવેદાર નવાઝ શરીફ મનાય છે. નવાઝ શરીફની પાર્ટી PMLN સતત રેલીયો કરી રહી છે. નવાઝ શરીફની સાથે તેમની પુત્રી મરિયમ નવાઝ અને ભાઈ શાહબાઝ શરીફ પણ જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. નવાઝ શરીફે આજે મંગળવારે લાહોરમાં રેલી યોજી હતી, આ રેલીમાં કાંઈક એવું થયું કે દુનિયાભરમાં તેની ચર્ચા થઈ રહી છે.નવાઝ શરીફની આ રેલીમાં સિંહ અને વાઘ પણ લાવવામાં આવ્યા હતા. 

 

સિંહ છે  PMLN પાર્ટીનું ચૂંટણી પ્રતિક


લાહોરમાં આવતી નેશનલ એસમ્બલીની સીટ-130માં મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફે ચૂંટણી રેલી યોજી હતી. નવાઝ શરીફ અને મરિયમની આ જાહેર રેલીમાં પિંજરામાં બંધ સિંહે ગજબનું આકર્ષણ જણાવ્યું હતું. એક ગાડીમાં લાવવામાં આવેલા સિંહને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. રેલીમાં લાવવામાં આવેલા આ સિંહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકો આ સિંહ સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા. રેલીમાં સિંહ લાવવાનું એક કારણ એ છે કે સિંહ નવાઝ શરીફની પાર્ટી PMLN નું ચૂંટણી પ્રતિક સિંહ છે. જેથી પાર્ટીના કાર્યકરો સાચા સિંહ રેલીમાં લઈને આવ્યા હતા.ઉલ્લેખનિય છે કે આ રેલી માટે વાઘ પણ લાવવામાં આવ્યો હતો પણ વાઘને લાવવા દરમિયાન વાઘ ઘાયલ થઈ ગયો હતો તેથી તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. 



અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલ ગુજરાત આવ્યા છે. ભરૂચ અને ભાવનગર પર તેમણે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે. ત્યારે ચૈતર વસાવા અને ઉમેશ મકવાણાનો પ્રચાર તેઓ કરવાના છે.

મતદાતાઓને મિજાજ જાણવા જમાવટની ટીમ ઈલેક્શન યાત્રા કરી રહી છે.. અલગ અલગ લોકસભા બેઠકોના મતદાતાઓ શું વિચારે છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ત્યારે જમાવટ પહોંચ્યું સુરેન્દ્રનગર જ્યાં આજે પીએમ મોદીની સભા છે..

લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભાજપ પર અનેક વખત કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રહાર કરવામાં આવતા હોય છે પરંતુ આ વખતે પોલીસ પર પણ પ્રહારો કરવામાં આવે છે... ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે જેને કારણે રાજનીતિ ગરમાઈ રહી છે..

પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે.. બનાસકાંઠામાં તેમણે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસ પર તેમણે આકરા પ્રહારો કર્યા છે.