પાકિસ્તાન સાથે અમેરિકાનો સંબંધ માલિક અને નોકર જેવો: ઈમરાન ખાન


  • Published By :
  • Published Date : 2022-11-14 16:26:32

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને કહ્યું કે તેઓ હવે તેમને સત્તા પરથી હટાવવા માટે અમેરિકાના વહીવટીતંત્રને “દોષ” આપતા નથી. તેમણે કહ્યું કે અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. પાકિસ્તાનનો ઉપયોગ ભાડાની બંદૂક તરીકે થયો છે. ભૂતપૂર્વ વડા પ્રધાન કે જેમણે સતત એક જ વાતનો પ્રચાર કર્યો છે કે તેમને વિદેશી ષડયંત્રના કારણે હટાવવામાં આવ્યા હતા. ઈમરાન હવે કહે છે કે તે વોશિંગ્ટન અને ઈસ્લામાબાદ વચ્ચે "ગૌરવપૂર્ણ" સંબંધ ઈચ્છે છે.


ઈમરાન ખાને અમેરિકા વિશે શું કહ્યું?


ફાઈનાન્સિયલ ટાઈમ્સે રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સામે થયેલા કથિત કાવતરામાં અમેરિકાની ભૂમિકા અંગેની તેમની અગાઉની ટિપ્પણીઓનો ઉલ્લેખ કરતા હતા. જો કે આજે ઈમરાન ખાને કહ્યું છે કે, "જ્યાં સુધી મારો સવાલ છે, તો તે બધુ હવે સમાપ્ત થઈ ગયું છે, હવે તે મારા માટે ભૂતકાળ બની ગયું છે,"  ઈમરાન આગળ કહે છે, "અમેરિકા સાથે અમારો સંબંધ માલિક અને નોકર જેવો છે. અમારો ઉપયોગ ભાડાની બંદૂકો તરીકે કરવામાં આવ્યો છે, પરંતુ આ માટે હું અમેરિકા કરતાં અમારી સરકારોને વધુ દોષી માનું છું."



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે