ઈમરાન ખાનની ચેતવણી 'પાકિસ્તાન નાદાર થશે, રેકોર્ડતોડ મોંઘવારી વધશે'


  • Published By :
  • Published Date : 2023-01-02 15:52:56

પાકિસ્તાન આર્થિક નાદારીની દિશામાં છે, પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને તેમના જ દેશને લઈને ગંભીર ચેતવણી આપી છે.  ઈમરાન ખાને કહ્યું છે કે જો પાકિસ્તાનને આઈએમએફ તરફથી  લોન નહીં મળે તો દેશ ડિફોલ્ટ થઈ જશે. ઈમરાનની આ ચેતવણીને પૂર્વ વિશેષ સલાહકાર ડોક્ટર સાનિયા નિશ્તરનું પણ સમર્થન મળ્યું છે.


લાખો લોકોએ દેશ છોડ્યો 


ઈમરાન ખાને દેશના પીએમ શાહબાઝ શરીફની સરકારને નિશાન બનાવતા કહ્યું કે સરકારની ખોટી નિતીઓના કારણે  7.5 લાખ લોકો દેશ છોડીને પલાયન થઈ ગયા છે. દેશમાં વ્યાપાર- ઉદ્યોગ ઠપ થઈ ગયા છે. મોંઘવારી આસમાને પહોંચી છે. તેમણે દેશવાસીઓને  દેશ ન છોડવાની પણ અપીલ કરી હતી. 


દેશની આર્થિક સ્થિતી મુદ્દે બેઠક


પાકિસ્તાનની છેલ્લી આશા આઈએમએફ તરફથી મળનારૂ બેલઆઉટ પેકેજ છે. પાકિસ્તાનો વિદેશી નાણા ભંડાર સતત ઘટી રહ્યો છે. મોંઘવારી એટલી વઘી છે કે સામાન્ચ માણસ માટે જીવવું મુ્શ્કેલ બન્યું છે. ગત શુક્રવારે નેશનલ સિક્યુરીટીની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારના સિનિયર મંત્રીઓ અને ટોપ મિલિટરી ઓફિસર્સને આર્થિક મોરચે વધી રહેલી મુશ્કેલીઓ અંગે જણાવવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે નાણા મંત્રાલયને મોંઘવારી અને વિદેશી મુદ્દા દરને ઓછા રાખવા સામે ઝઝુમવું પડી રહ્યું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.