તહેરાનની સર્જીકલ સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સંબંધો વણસ્યા, પાકિસ્તાને કર્યો આ નિર્ણય


  • Published By :
  • Published Date : 2024-01-17 19:24:46

ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પ પર મિસાઈલ હુમલો કર્યા બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર છે. આ દરમિયાન પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવી લીધા છે. એટલું જ નહીં, પાકિસ્તાને ઈસ્લામાબાદમાં હાજર ઈરાનના રાજદૂતને પણ બોલાવીને વિરોધ પત્ર રજૂ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે બુધવારે કહ્યું કે તેણે ઈરાનમાંથી પોતાના રાજદૂતને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. ઈરાન દ્વારા પાકિસ્તાની એરસ્પેસના ઉશ્કેરણીજનક ઉલ્લંઘન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ બંને દેશો વચ્ચે ચાલી રહેલી અથવા ભવિષ્યમાં યોજાનારી ઉચ્ચ સ્તરીય મુલાકાતો પણ સ્થગિત કરવામાં આવી છે.


પાકિસ્તાને ઈરાન પર શું આરોપ લગાવ્યા?


ઈરાને કહ્યું હતું કે તેણે પાકિસ્તાની વિસ્તારમાં જૈશ-એ-અદલ આતંકવાદી જૂથના અડ્ડાઓને મિસાઈલ અને ડ્રોન વડે નિશાન બનાવ્યા છે. જોકે, પાકિસ્તાને દાવો કર્યો હતો કે ઈરાનના હુમલાને કારણે બે માસૂમ બાળકોના મોત થયા છે જ્યારે ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તે સ્થાનનો ઉલ્લેખ કર્યો નથી જ્યાં ઈરાને હુમલો કર્યો હતો. જોકે, ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ હુમલો બલૂચિસ્તાનના સરહદી શહેર પંજગુરમાં થયો હતો. ઈરાનની તસ્નીમ સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે "આ ઓપરેશનનું કેન્દ્રબિંદુ બલુચિસ્તાનમાં કોહ-સબ્ઝ (ગ્રીન માઉન્ટેન) તરીકે ઓળખાતો વિસ્તાર હતો".


પાકિસ્તાને સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું


આજે ઇસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે જણાવ્યું હતું કે ગઇકાલે રાત્રે "ઇરાન દ્વારા પાકિસ્તાનની સાર્વભૌમત્વનું અકારણ અને સ્પષ્ટ ઉલ્લંઘન" આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના હેતુઓ અને સિદ્ધાંતોનું ઉલ્લંઘન હતું. "આ ગેરકાયદેસર કૃત્ય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેનું કોઈ ઔચિત્ય નથી," તેમણે કહ્યું. "પાકિસ્તાન આ ગેરકાનૂની કૃત્યનો જવાબ આપવાનો અધિકાર રાખે છે અને પરિણામોની જવાબદારી સંપૂર્ણપણે ઈરાન પર રહેશે," બલોચે વધુમાં કહ્યું કે ઈસ્લામાબાદે ઈરાન સરકારને સંદેશો આપી દીધો છે.


ઈરાનના રાજદૂત પર પાકિસ્તાન આવવા પર પ્રતિબંધ


પાકિસ્તાને ઈરાનમાંથી તેના રાજદૂતને પાછા બોલાવવાનો નિર્ણય લીધો છે અને પાકિસ્તાનમાં ઈરાની રાજદૂત, જે હાલમાં ઈરાનની મુલાકાતે છે, તે હાલના ગાળા માટે પરત ફરી શકશે નહીં. બલોચે કહ્યું કે ઈસ્લામાબાદે આગામી દિવસોમાં પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તમામ ઉચ્ચ સ્તરીય મુલાકાતો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.



પીએમ મોદી ગઈકાલથી ગુજરાતમાં છે. ભાજપ માટે પ્રચાર કરી રહ્યા છે. અનેક લોકસભા બેઠકો પર પીએમ મોદીએ પ્રચાર કર્યો છે. ત્યારે જામનગરમાં તેમણે પ્રચાર કર્યો હતો. સભા પહેલા તે જામસાહેબને મળવા પહોંચ્યા હતા.

ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દ્વારા મનસુખ વસાવાને ટિકીટ આપવામાં આવી છે તો ઈન્ડિયા ગઠબંધન દ્વારા ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે. ત્યારે જમાવટની ટીમે બંને ઉમેદવારને ફોન કરવામાં આવ્યો અને તેમનું વિઝન જાણવાની કોશિશ કરી.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમય આપણે એટલો બધો વિતાવીએ છીએ કે આપણને ખબર નથી હોતી. મોબાઈલમાં આપણે એટલા બધા વ્યસ્ત હોઈએ છીએ કે આપણને આસપાસ શું થાય છે તેની ખબર નથી હોતી. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે સોશિયલ મીડિયાની દુનિયાને સમર્પિત રચના..

ગુજરાતમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે.. ત્યારે રાજ્યના અનેક ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડ, કચ્છ, મોરબી, જામનગર સહિતના ભાગો માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે.