પાકિસ્તાનની ફરી એકવાર બેઈજ્જતી, મલેશિયાએ ફરી પ્લેન જપ્ત કર્યું, લીઝની રકમ ન ચૂકવવા બદલ કાર્યવાહી


  • Published By :
  • Published Date : 2023-05-30 22:04:50

આર્થિક નાદારીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની ફરી એક વખત આંતરરાષ્ટ્રિય સ્તરે ફજેતી થઈ છે. મલેશિયાએ પાકિસ્તાનની સરકારી કંપની PIAનું એક વિમાન જપ્ત કરી લીધું છે.વિમાનને મલેશિયાએ જપ્ત કર્યું તે એક બાઇંગ 777 એરક્રાફ્ટ છે. PIAએ તેને મલેશિયા પાસેથી લીઝ પર લીધું હતું. મીડિયા રિપોર્ટ મુજબ  PIAએ  40 લાખ ડોલરનું ચૂંકવણુ ન કરતા મલેશિયાની રાજધાની કુઆલાલંપુરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ વિમાન જપ્ત કરવામાં આવ્યું હતુ.


અગાઉ પણ વિમાન જપ્ત કર્યું હતું


આ પહેલા પણ મલેશિયાએ 27 જાન્યુઆરી 2021ના રોજ પણ આ વિમાનને જપ્ત કર્યું હતું. તે વખતે વિમાનમાં 172 મુસાફરો અને ક્રૂ મેમ્બર હતા. ત્યારે પણ પાકિસ્તાન બાકી રકમ ચૂકવી શક્યું ન હતું. એરક્રાફ્ટને બાદમાં બાકી રકમની ચુકવણીની રાજદ્વારી ખાતરી પર મુક્ત કરવામાં આવ્યું હતું. PIA અધિકારીઓએ હજુ સુધી જપ્તી અને વિવાદને ઉકેલવા માટેના પગલાં અંગે ટિપ્પણી કરવાની બાકી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સ હાલમાં ખૂબ જ ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.