પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ, ઈમરાન ખાનના નજીકના મનાય છે


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-02-02 11:42:43

બુધવાર રાત્રે પાકિસ્તાનના પૂર્વ ગૃહમંત્રી શેખ રશીદની ધરપકડ કરી લેવામાં આવી છે. પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાની સાજિઝ કરી રહ્યા છે. જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે તે જાણકારી મીડિયા રિપોર્ટસ દ્વારા આપવામાં આવી રહી છે. ઈસ્લામાબાદમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવી હતી. શેખ રશીદની સાથે તેમના ભત્રીજાની પણ ધરપકડ કરવામાં આવી છે. શેખ રશીદનો દાવો છે કે રાવલપિંડીમાં તેમના ઘરેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. 


પોલીસે કરી શેખ રશીદની ધરપકડ  

ઈમરાનની સરકારમાં પાકિસ્તાનના ગૃહમંત્રીનું પદ સંભાળનાર શેખ રશીદની ધરપકડ ગુરૂવારે કરવામાં આવી છે. શેખ રશીદ અવામી મુસ્લિમ લીગના વડા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા રાજા ઈનાયત ઉર રહેમાન દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમાં તેમણે કહ્યું કે શેખ રશીદે તેમના પર આરોપ લગાવ્યો છે કે પુર્વ રાષ્ટ્રપતિ અને પીપીપીના અધ્યક્ષ આસિફ અલી જરદારી ઈમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચી રહ્યા છે. ધરપકડ બાદ રશીદે કહ્યું કે પોલીસે વોરેન્ટ વગર ધરપકડ કરી છે. લગભગ 200 જેટલા પોલીસવાળા ઘરની બારીઓ તેમજ દરવાજા તોડતા હતા. નોકરો સાથે પણ ગેરવર્તન કર્યું હતું. ધરપકડ પાછળ તેમણે શાહબાજ શરીફની સરકારનો હાથ બતાવ્યો.      


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રીએ આપી પ્રતિક્રિયા 

આ બાબત પર ઈમરાન ખાનની આકરી પ્રતિક્રિયા સામે આવી છે. પૂર્વ વડાપ્રધાને રસ્તા પર ઉતરવાની ચીમકી આપી છે. ટ્વિટ પર લખ્યું કે તેઓ શેખ રશીદની ધરપકડનો વિરોધ કરે છે. ઈતિહાસમાં ક્યારેય આવી પક્ષપાતી રખેવાળ સરકાર નથી બની.  


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો

અમરેલીની જનતાનો મિજાજ જાણવા માટે અમરેલી લોકસભા બેઠક પહોંચી હતી.. અલગ અલગ મુદ્દાઓ પર અમરેલીની જનતાને સવાલ પૂછવામાં આવ્યો હતો.