ઈમરાન ખાનની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢી, એક જ કલાકમાં કોર્ટમાં હાજર કરવાનો હુકમ કર્યો


  • Published By :
  • Published Date : 2023-05-11 19:53:51

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી પાકિસ્તાન રેન્જર્સે ધરપકડ કરી તે મામલે દેશની સુપ્રીમ કોર્ટે આકરૂ વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના સીજેઆઈ ચીફ જસ્ટીસ ઉમર અતા બંદિયાલે એક જ કલાકમાં પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના ચેરમેન ઈમરાન ખાનને કોર્ટ સમક્ષ હાજર કરવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે ઈમરાન ખાનની ધરપકડથી ખોટું દ્રષ્ટાંત સામે આવશે. કોર્ટે સવાલ કર્યો કે NABએ કાયદો પોતાના હાથમાં શા માટે લીધો? 


સુપ્રીમ કોર્ટે કર્યો આદેશ


સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઈસ્લામાબાદ પોલીસના આઈજી ડો. અકબર નાસિર ખાનને પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (પીટીઆઈ)ના અધ્યક્ષ ઈમરાન ખાનને સાંજના 4.30 વાગ્યા સુધી રજુ કરાવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાને ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઉઠાવી લેવામાં આવ્યા તેને ન્યાયિક સંસ્થાનું મોટું અપમાન ગણાવ્યું હતું. ઈમરાન ખાનની ધરપકડને પડકારનારી પીટીઆઈની અરજી અંગે સુનાવણી કરી રહેલા ત્રણ જજોની આ બેંચે આ ટીપ્પણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો અનામત રાખ્યો છે, અને આજે આ મામલે ચુકાદો સંભળાવવામાં આવશે.



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યો હતો. ક્ષત્રિય સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ત્યારે મતદાન પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માગી છે.

ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..