ભયાનક પૂરથી બેહાલ પાકિસ્તાન, 1033 લોકોના મોત, 5 કરોડ લોકો બેઘર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-28 19:26:58

પાકિસ્તાનમાં  ભારે વરસાદ અને પૂરના કારણે પરિસ્થિતી કફોડી બની છે. દેશભરમાં અત્યાર સુધીમાં 1033 લોકોના મોત થઈ ચુક્યા છે, જેમાંથી 119 લોકો તો છેલ્લા 24 કલાકમાં જ માર્યા ગયા છે. દેશના સિંધ, ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન રાજ્યમાં સ્થિતી ચિંતાજનક છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.


પૂરથી 149 પુલ તણાયા


14 જુન બાદ ભારે વરસાદથી દેશભરમાં 149 જેટલા પુલ તણાઈ ચુક્યા છે. આ પુલો તણાવાથી કરોડોની માલ-મિલકતનું નુકસાન થયું છે, એનડીએમએના જણાવ્યા પ્રમાણે 3,161 કિલોમીટર માર્ગો તણાઈ ક્ષતીગ્રસ્ત થયા છે.  ભારે વરસાદથી દેશભરમાં 6 ડેમ તુટી ગયા છે, તેના કારણે 9 લાખ ઘર સંપુર્ણપણે નષ્ટ થઈ ગયા છે. તે ઉપરાંત 7 લાખથી વધુ પાલતુ પશુઓ પણ માર્યા ગયા છે. ભયાનક પૂરથી લગભગ 5 કરોડ લોકો બેઘર બની ગયા છે. પરિસ્થિતી બેકાબુ બનતા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેના ઉતારવામાં આવી છે.


અન્ય દેશોને રાહત કાર્યો અને ફંડ માટે અપીલ


પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે ઈસ્લામાબાદ સ્થિત રાજદુતો અને હાઈકમિશનની સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચીન, જાપાન, કુવૈત, યુએઈ, તુર્કી, દક્ષિણ કોરિયા,અમેરિકા,જર્મની, બહેરીન, યુરોપીય યુનિયન,ફ્રાંસ, ઓમાન, કતર, બ્રિટેન અને સાઉદી અરેબિયાના રાજનેતાઓ,રાજદુતો તથા હાઈ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ બેઠકમાં  દેશમાં પૂરની ભયાવહ સ્થિતી અંગે માહિતી આપી હતી. તેમણે આ દેશો સમક્ષ રાહત કાર્યો  અને આર્થિક મદદની અપીલ કરી હતી.




નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે