આણંદના તારાપુરમાંથી પાકિસ્તાની જાસુસની ધરપકડ, પાક ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હોવાનો થયો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-10-20 15:02:58

ગુજરાતના આણંદ જિલ્લામાં રહીને પાકિસ્તાન માટે જાસુસી કરતા એક ગુપ્તચરની ગુજરાત એટીએ ધરપકડ કરી છે. ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોર્ડે ભારતીય સેનાની મિલિટરી ઈન્ટેલિજન્સ (MI) દ્વારા આપવામાં આવેલા ચોક્કસ ઈનપુટના આધારે આણંદ જિલ્લાના તારાપુર ખાતેથી એક પાકિસ્તાની જાસૂસી એજન્ટ લાભશંકર મહેશ્વરીને ઝડપી પાડતા હડકંપ મચી ગયો છે. આણંદના તારાપુરમાંથી પાકિસ્તાનના જાસૂસની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસની તપાસમાં ખુલાસો થયો હતો કે પાકિસ્તાની જાસૂસી એજન્સીને ભારતીય ચલણ અને સીમ કાર્ડ મોકલતો હતો.  મૂળ પાકિસ્તાની હિંદુ એવા આ જાસુસ લાભશંકરની પૂછપરછ દરમિયાન હજુ વધુ ખુલાસા થવાની શક્યતા છે.  


પાકિસ્તાનની કુખ્યાત ગુપ્તચર એજન્સી ISIના સંપર્કમાં હતો


ગુજરાત ATS (Anti-Terrorism Squad) ટીમે આરોપીની અટકાયત કરી પ્રારંભિક પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, લાભશંકર મહેશ્વરી મૂળ પાકિસ્તાની હિન્દુ છે જે 1999માં તેની પત્ની સાથે પ્રજનન સારવાર માટે ભારત આવ્યો હતો. શરૂઆતમાં તે તારાપુરમાં તેના સાસરિયાના ઘરે રહેતો હતો.  તેણે લાંબા ગાળાના વિઝા એપ્લાય કરવાનું ચાલુ રાખ્યું અને તેના સાસરિયાઓના સમર્થનથી તારાપુરમાં કરિયાણાની દુકાન, અનેક ભાડે આપેલી દુકાનો/સ્ટોર અને પોતાનું એક ઘર સાથે પોતાને એક સફળ વેપારી બન્યો હતો. આ દરમ્યાન આ દંપતીને કોઈ બાળક ન હતુ. ત્યારબાદ તેમને 2006માં ભારતીય નાગરિકતા આપવામાં આવી હતી. ગુજરાત એટીએસને એવું પણ જાણવા મળ્યું છે કે આરોપી લાભ શંકર વર્ષ 1922માં તેના માતા પિતાની મુલાકાતે પાકિસ્તાન પણ ગયો હતો. વળી તે પાકિસ્તાનમાં ખેતીવાડી પણ કરતો હતો. આ સમયગાળા દરમિયાન જ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી (ISI)ના સંપર્કમાં આવ્યો હતો અને તેણે પાકિસ્તાન માટે જાસુસી કરવાનું શરૂ કર્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે લાભશંકર ઈન્ડિયન આર્મીના જવાનોના મોબાઈલ નંબર પહોંચાડતો હતો. ટેકનોલોજીથી ડિફેન્સના કર્મચારીઓના નંબર મોકલતો હોવાનો ખુલાસો પણ થયો હતો. જાસૂસીના બદલામાં પાકિસ્તાન લાભશંકરને મોટી રકમ મેળવતો હતો.


કોર્ટમાં રજુ કરી કસ્ટડી મેળવશે પોલીસ


પાકિસ્તાની એજન્ટ લાભશંકર વોટ્સએપ નંબર પર ભારતીય નાગરિકોના મોબાઇલ સાથે ચેડા કરીને તેમાંથી માહિતી મેળવીને પાકિસ્તાન એજન્સીને પણ મોકલતો હતો. જેથી તેણે ભારતીય IT અધિનિયમનું ઉલ્લંઘન કર્યાનું સામે આવ્યું છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી સાથે આરોપીની સંડોવણીને લગતા તમામ પાસાને ગુજરાત પોલીસ એટીએસ દ્વારા વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બાદમાં ટૂંક સમયમાં સ્થાનિક કોર્ટમાં આરોપીની રજૂ કરી પોલીસ કસ્ટડી માટે રિમાન્ડ મેળવશે.


પાકિસ્તાની એમ્બેસીની સંડોવણીની પણ થશે તપાસ


દિલ્હીમાં પાકિસ્તાની એમ્બેસીની સંડોવણી છે કે નહી તેની ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. વ્હોટ્સએપના OTP મોકલવાનું કામ લાભશંકર કરતો હતો. તેણે જામનગરના બે વ્યક્તિના નામ પરથી સીમકાર્ડ ખરીદ્યુ હતું. જેના નામ સીમ કાર્ડ છે તે વ્યક્તિ હાલ ભારતની બહાર છે. શકલીન સોમાલિયા અને અઝગર હાલમાં દુબઈમાં છે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.