હરિયાણાના સોનીપતમાં યોજાઈ પંચાયત, પંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા સાક્ષી મલિક અને બજરંગ પુનિયા! સાંભળો શું કહ્યું બજરંગ પુનિયાએ?


  • Published By :
  • Published Date : 2023-06-10 14:31:33

બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ પહેલવાનો ઘણા સમયથી પ્રદર્શન કરી રહ્યા છે. ઘણા લાંબા સમયથી જંતર મંતર ખાતે પહેલવાનોએ ધરણા કર્યા હતા. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ધરણા સ્થળ પરથી ધરણા ખતમ કરી દીધા પરંતુ કુસ્તીબાજોએ વિરોધ યથાવત રાખ્યો છે. આ બધા વચ્ચે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે. આ પંચાયતમાં સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. પંચાયતમાં પહોંચ્યા બાદ બજરંગ પુનિયાએ કહ્યું કે અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે.        

खाप पंचायत में हिस्सा लेने के लिए पहुंचे बजरंग पूनिया और साक्षी मलिक।

સોનીપતમાં યોજાઈ કુસ્તીબાજોની પંચાયત!

સોનીપતના છોટુરામ ધર્મશાળામાં કુસ્તીબાજોએ પંચાયતનું આયોજન કર્યું છે. આ પંચાયતમાં ભાગ લેવા સાક્ષી મલિક તેમજ બજરંગ પુનિયા પહોંચ્યા હતા. ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે પહેલવાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના વિરૂદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. થોડા સમય પહેલા અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. ત્યારે આજે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજોની પંચાયત યોજાઈ છે.

અમે બધું પંચાયત પર છોડી દીધું છે - બજરંગ પુનિયા  

પંચાયતમાં હાજર રહેલા બજરંગ પુનિયાએ નિવેદન આપતા કહ્યું- અમે અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે જે વાતચીત કરી હતી, અમે તે બાબતે પંચાયતને જણાવવા આવ્યા છીએ, કારણ કે અમે બધું પંચાયતને સોંપી દીધું છે. વડીલો જે નિર્ણય લેશે તે કુસ્તીબાજો સ્વીકારશે. મહત્વનું છે કે નાબાલિક દીકરીના પિતાએ નિવેદન આપ્યું છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ બદલો લેવા તેમણે કેસ કર્યો હતો. ત્યારે જોવું રહ્યું કે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે