પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયું, રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે અનેક તર્ક-વિતર્ક


  • Published By :
  • Published Date : 2023-09-12 17:31:33

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ વધુ એકવાર મોટા નેતાનું રાજીનામું લઈ લીધું છે. ભાર્ગવ ભટ્ટ, પ્રદીપસિંહ વાઘેલા બાદ મહેસાણાના પંકજ ચૌધરી નામના કાર્યકરનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. ગુજરાત ભાજપમાં વધુ એક મોટા નેતાના રાજીનામાથી હડકંપ મચી ગયો છે. પંકજ ચૌધરીએ પ્રદેશ ભાજપના મંત્રી પદેથી રાજીનામું આપ્યું છે.  પંકજ ચૌધરીએ કેટલાક મહિના પહેલા હોદ્દા પરથી રાજીનામું આપી દીધુ હતું. દાવો કરાઇ રહ્યો છે કે ફેમિલી પ્રૉબ્લેમ અને વિદેશ પ્રવાસના કારણે પંકજ ચૌધરીએ રાજીનામું આપી દીધુ છે. જોકે, ભાજપના સૂત્રો પ્રમાણે રાજીનામા પાછળનું કારણ અન્ય હોઇ શકે છે. સાચુ કારણ હજુ સુધી બહાર આવ્યુ નથી, કારણ અકબંધ છે. પંકજ ચૌધરીએ રાજીનામું આપ્યું કે લેવાયું તે અંગે પણ અનેક ચર્ચાઓ અને સવાલો ઉઠ્યા છે. 


જમાવટને મળ્યો નનામો પત્ર


પંકજ ચૌધરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ અને યુવા ભાજપના પ્રભારી તરીકે કામગીરી કરી ચૂકેલા છે. પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવા પાછળનું કારણ તો સૌને ખબર છે પણ પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવાયું એ કોઈને ખબર નથી. રાજકીય લોકો પણ પોતાની રીતે મંથન કરી રહ્યા છે. આ બધી જ ઘટનાની વચ્ચે જમાવટ પર અમને થોડા દિવસે પહેલા મળેલા એક નનામા પત્રમાં પંકજ ચૌધરીનું રાજીનામું શા માટે લેવામાં આવ્યું છે એ ઘટના વિગતવાર દર્શાવી છે.  જમાવટને મળેલા આ નનામાં પત્રમાં તત્કાલિન ભાજપ ખેડા જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજી બાબતની ફરીયાદ મળ્યા બાદ પાર્ટીએ તેમની સામે કાર્યવાહી કરી છે. ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીની વ્યભિચાર અને કબૂતરબાજીમાં નામ આવ્યા બાદ મનું રાજીનામું તા. 22/ 7/ 23ના રોજ  લઈ લેવામાં આવ્યું હતું. રાજીનામા પછી ફોટો અને વીડિયો મૂકવાની પણ ના પાડી દેવામાં આવી હતી. આ બધી બાબતો બહુ ઈરાદાપૂર્વક મીડિયાથી દૂર રાખવામાં આવી હતી.


શા માટે રાજીનામું?


ભાજપના ખેડાના જિલ્લા પ્રભારી અને પ્રદેશ મંત્રી પંકજ ચૌધરીના રાજીનામાથી રાજકારણ ગરમાયું છે. ખુદ પંકજ ચૌધરીએ તેમના રાજીનામા અંગે મૌન સેવ્યું છે પણ ભાજપના આંતરિક રાજકારણથી વાકેફ લોકો આ રાજીનામા પાછળ ભેદી કારણ બતાવી રહ્યા છે. જમાવટને મળેલા નનામા પત્રમાં પણ જણાવવામાં આવ્યું છે કે પંકજ ચૌધરીના એકથી વધુ મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા. ભાજપનું સંગઠન પણ આ બાબતથી વાકેફ હતું જો કે જ્યારે પાણી માથા પરથી વહેવા લાગ્યું ત્યારે  તેમણે પંકજ ચૌધરીને રાજીનામું આપવાની ફરજ પાડી હતી. આ નનામા પત્રમાં પંકજ ચૌધરીના વ્યભિ ચારી જીવનશૈલી અંગે પણ જાણકારી આપવામાં આવી છે.  


સ્ત્રીની સુરક્ષાની જવાબદારી સરકારની હોય અને સરકારોને પેદા કરે છે રાજકીય પક્ષ. આ જ પાર્ટી સરકાર બનાવે છે. એટલે પક્ષના સંગઠનના લોકો ખૂબ જ જવાબદાર હોવા જોઈએ. ભાજપે આવા નેતાઓના પદ છીનવી લીધા એ ખૂબ સરસ વાત છે પણ હજુ પણ એવી કેટલીય સ્ત્રી હશે જે પોતાનો અવાજ સરખી રીતે નહીં ઉઠાવી શકતી હોય. આ કેસમાં તો તેમના સગા ભાઈ દ્વારા જ આખુ પ્રકરણ ઉજાગર કરવામાં આવ્યું છે. આ રીતે સ્ત્રીનું શોષણ જો પાર્ટીઓમાં જ થશે તો બીજા તો શું કરશે. બીજો પક્ષ આ કેસમાં એ પણ છે કે એક પક્ષ જ જવાબદાર નથી. એ સ્ત્રીઓ પણ જવાબદાર છે જે રાજકારણમાં સફળતાના શોર્ટકટ માટે અમુક રસ્તા પર ચાલવા લાગે છે. પણ હંમેશા એ સિદ્ધ થયું છે કે એ ટૂંકો રસ્તો તેમને ક્યાંય નથી લઈ જતો છતા પણ એ સ્ત્રી માને છે કે તેનાથી સફળ થઈ જવાશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે