પરિણીતી ચોપરાએ મંગેતર રાઘવ ચઢ્ઢા સાથે સુવર્ણ મંદિરમાં આપી સેવા, લંગરમાં ભોજન પીરસ્યું, વાસણ ધોયા


  • Published By :
  • Published Date : 2023-07-02 16:32:38

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્ય સભાના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં મંદિરમાં માથું ટેકવ્યું હતું. યુગલ લગ્ન પહેલા આશીર્વાદ લેવા સુવર્ણ મંદિર પહોંચ્યું હતું. હવે આ કપલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને ગુરુદ્વારામાં સેવા કરતા જોવા મળી રહ્યા છે. પરિણીતી અને રાઘવ એકસાથે વાસણ ધોતા જોવા મળે છે. આવો અમે તમને આ વીડિયો પણ બતાવીએ.


ફેન્સે પરિણીતીની કરી પ્રશંસા


સુવર્ણ મંદિરમાંથી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનો વીડિયો સામે આવ્યો છે. માથું ટેકવ્યું તે પહેલાં, રાઘવ ચઢ્ઢા અને પરિણીતીએ લંગરમાં સેવા આપી અને પીરસ્યું અને શ્રધ્ધાળુંઓના એંઠા વાસણો ધોયા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ પરિણીતી ચોપરાનો વીડિયો જોઈને તેના વખાણ કરી રહ્યા છે.  


રાઘવ ચઢ્ઢાએ પણ ટ્વિટ કર્યું 


રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથેની આ તસવીરો શેર કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું હતું કે, "પવિત્ર ભજન અને શાંતિ વચ્ચે, મેં મારી આંખો બંધ કરી, માથું ટેકવ્યું અને પ્રાર્થના કરી. મારી સાથે પરિણીતી ચોપરાનું હોવું વધુ ખાસ હતું. અમૃતસરમાં સચખંડ શ્રી હરમંદિર સાહિબ જીમાં આશીર્વાદ મેળવીને આજે ધન્યતા અનુભવી".



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.