પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા 25 સપ્ટેમ્બરે સાત ફેરા લેશે, આ જગ્યાએ લગ્નના ઢોલ ઢબૂકશે


  • Published By :
  • Published Date : 2023-08-20 12:41:24

પરિણીતી ચોપરાના ચાહકો જે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 25 સપ્ટેમ્બરના રોજ લગ્ન કરશે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાએ 13 મે 2023ના રોજ દિલ્હીમાં સગાઈ કરી હતી. હવે આ વર્ષે તેઓ લગ્ન કરવા જઈ રહ્યા છે.


શાનદાર લગ્ન સમારોહ યોજાશે


એક સુત્રએ જણાવ્યું છે કે આ એક શાનદાર લગ્ન સમારોહ હશે. પરિણીતી ચોપરાની ટીમે લગ્નની તૈયારીઓ પર કામ શરૂ કરી દીધું છે. અભિનેત્રી તેના લગ્ન અંગેની કોઈ પણ વિગત કોઈની સાથે શેર કરી રહી નથી. તેણે બધું જ ગુપ્ત રાખ્યું છે. પરિણીતી અને રાઘવ ચઢ્ઢાના પરિવારો તથા નજીકના મિત્રોની હાજરીમાં લગ્નની તમામ વિધિઓ સંપન્ન થશે.


પરિણીતી-રાઘવ રાજસ્થાનમાં લગ્ન કરશે


સૂત્રએ એમ પણ જણાવ્યું હતું કે પરિણીતી ચોપરા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં તેના લગ્નની તૈયારી કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન રાજસ્થાનમાં થશે. આ પછી ગુરુગ્રામમાં રિસેપ્શન યોજાશે. જ્યારે એ આ વિશે પરિણીતીનો સંપર્ક કર્યો, ત્યારે તેણી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.



વેરાવળના ટાવરચોકમાં એક જાહેર સભા હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા કોંગ્રેસના સમર્થનમાં સંબોધન કરી રહ્યાં હતા.. અને કોંગ્રેસ પર જ પ્રહાર કરી બેઠા....જગમલવાળા કોંગ્રેસમાંથી ધારાસભ્ય વિમલ ચૂડાસમા પર આકરા પ્રહાર કરતા જોવા મળ્યા તો સામે વિમલ ચૂડાસમાએ પણ જગમલ વાળાને ભાજપના માણસ ગણાવી દીધા...

પરષોત્તમ રૂપાલાનો વિરોધ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે... ઠેર ઠેક ભાજપનો વિરોધ થયો. ત્યારે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને ફરી એક વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે તેવી માહિતી સામે આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાએ ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કર્યો છે. વીડિયો શેર કરવામાં આવ્યો છે જેમાં ચૈતર વસાવા ગેનીબેનને જીતાડવા માટે અપીલ કરી રહ્યા છે.

ગુજરાતમાં સાતમી તારીખે મતદાન થવાનું છે. નેતાઓ દ્વારા અનેક નિવેદનો આપવામાં આવ્યા છે જેને કારણે વિવાદ છેડાતો હોય છે. ત્યારે સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે નેતા અને ચૂંટણીને સમર્પિત રચના.