Go Firstની ફ્લાઈટ્સ કેન્સલ થતા મુશ્કેલીમાં મુકાયા પેસેન્જર! નાદારીને આરે હોવાથી Go Firstની ફ્લાઈટ નથી ભરતી ઉડાન!


  • Published By :
  • Published Date : 2023-05-03 10:46:21

દેશની અનેક કંપની એવી છે જે નાદારીને આરે પહોંચી છે. અનેક કંપનીઓમાં તાળા પણ વાગી ગયા છે. ત્યારે વાડિયા ગ્રુપની એરલાઈન કંપની Go First પણ નાદારીને આરે આવી પહોંચી છે. NCLTમાં સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે એરલાઈન્સે અનેક પ્લેનની ઉડાનને કેન્સલ કરાઈ છે. ફંડની કમી હોવાને કારણે 3 અને  4મે ના રોજ ઉડવાવાળી ફ્લાઈટને કેન્સલ કરવામાં આવી છે.  અચાનક ફ્લાઈટની ઉડાન કેન્સલ થતાં પેસેન્જરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. પેસેન્જરોએ નારાજગી પણ વ્યક્ત કરી હતી. પેસેન્જરોને આ અંગે જાણ પણ કરવામાં ન આવી હતી.


આર્થિક તંગીને કારણે ફ્લાઈટ કરાઈ રદ્દ!

ફ્લાઈટને લઈ છેલ્લા ઘણા સમયથી સમાચારો સામે આવી રહ્યા છે. આર્થિક તંગીને કારણે અનેક કંપનીઓ નાદાર થઈ ગઈ છે. અનેક એરલાઈન્સ બંધ થવાને આરે છે. ત્યારે  Go First પણ આ શ્રેણીમાં આવી ગયું છે. કંપની દ્વારા સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરવામાં આવી છે. એરલાઈનના 28 વિમાનોને ગ્રાઉન્ડ કરવામાં આવ્યા છે. રોકડની તંગી હોવાને કારણે અનેક કંપનીઓએ તેલ આપવાની ના પાડી છે. ઓઈલ કંપનીના પૈસા પણ ચૂકવ્યા નથી. ત્યારે આ સ્થિતિને કારણે કંપનીએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને કેન્સલ કરી દીધી છે. 


ફ્લાઈટ કેન્સલ થતાં અટવાયા મુસાફરો!

ફ્લાઈટમાં અનેક લોકો મુસાફરરી કરતા હોય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જલ્દી પહોંચાય તે માટે ફ્લાઈટ મુસાફરો પસંદ કરતા હોય છે. ત્યારે Go Firstની ફ્લાઈટ અચાનક કેન્સલ કરવામાં આવતા મુસાફરો અટવાઈ ગયા છે. જેને કારણે મુસાફરોમાં નારાજગી પણ જોવા મળી રહી છે. ટિકીટ બૂક કરવા વાળા પેસેન્જરોમાં પણ નારાજગી દેખાઈ રહી છે. પોતાના ડેસ્ટિનેશન પર કેવી રીતે પહોંચવું તે માટે લોકો પૂછપરછ કરતા પણ દેખાયા હતા. આ મામલે પેસેન્જરોને કોઈ જાણકારી આપવામાં આવી નથી તેવું પેસેન્જરોનું કહેવું છે. કોઈ વિકલ્પ પણ નથી આપવામાં આવ્યો.     



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.