પઠાણ ફિલ્મની રિલીઝનો ઉગ્ર વિરોધ કરનારા સન્ની શાહની કરાઈ અટકાયત


  • Published By :
  • Published Date : 2023-01-20 21:25:59

શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’નો ગુજરાત અને દેશભરમાં જોરશોરથી વિરોધ થઈ રહ્યો છે. ફિલ્મના એક ગીતમાં ‘ભગવા બિકિની’ને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ નહીં થવા દેવાની જાહેરાત કરી છે. તેમાં પણ સોશિયલ મીડિયા પર  ‘પઠાણ’ ફિલ્મને લઈ ધમકી આપનાર વિરુદ્ધ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી.  જો  કે આજે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપી સન્ની ગીરીશભાઇ શાહની અટકાયત કરવામાં આવી છે.


આરોપી હિન્દુ રક્ત પરિષદનો સ્થાપક છે


પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપી સન્ની ગીરીશભાઇ શાહ ધોરણ-12  નાપાસ છે. અને છેલ્લા ચાર મહિનાથી કેફે ચલાવી વેપાર ધંધો કરે છે. તે ઉપરાંત તે છેલ્લા ચાર વર્ષથી હિન્દુ રક્ત પરિષદ નામની સંસ્થા સ્થાપી સનાતન હિન્દુ સંસ્કૃતિ અને સનાતન હિન્દુ ધર્મનો પ્રચાર સોશીયલ મીડીયાના માધ્યમથી કરે છે.


રાજ્યના વિવિધ શહેરોમાં જોરદાર વિરોધ


પઠાણ ફિલ્મનું એક ગીત ‘બેશરમ રંગ’રિલીઝ થયું ત્યારથી જ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ પહેલા સુરત તથા વડોદરામાં પણ વીએચપી અને બજરંગ દળના કાર્યકરોએ ફિલ્મનો વિરોધ કર્યો હતો અને થિયેટરમાં જઈને પઠાણ ફિલ્મના પોસ્ટર્સ ઉતારીને ફાડી નાખ્યા હતા. ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી 25મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થશે ત્યારે તેને ગુજરાતમાં રિલીઝ થવા દેવાશે કે નહીં અને જો રિલીઝ કરાશે તો પછી વીએચપી અને બજરંગદળના કાર્યકરો કેવા પ્રકારનો વિરોધ કરશે.


સરકારે આપી છે સુરક્ષાની બાહેધરી


મલ્ટીપ્લેક્સ એસોસિયેશનના આગેવાનોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. તેમણે સરકાર પાસે ફિલ્મ રિલિઝ થાય ત્યારે મલ્ટિપ્લેક્સની સુરક્ષાની બાહેધરી માગ હતી. સરકારે પણ સંપુર્ણ સુરક્ષાની બાહેધરી આપી છે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે