અભિનેત્રી પાયલ રોહતગી તેની સામે નોંધાયેલી FIR રદ્દ કરાવવા ગુજરાત હાઇકોર્ટ પહોંચી, જાણો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-04-27 21:15:41

બોલિવુડની વિવાદાસ્પદ અભિનેત્રી પાયલ રોહતગી ફરી એકવાર ચર્ચામાં આવી છે.  પાયલ રોહતગી સામે અમદાવાદના સેટેલાઈટની સુંદર એપિટોમ સોસાયટીના ચેરમેનને ધમકી આપવાના આરોપ હેઠળ બે વર્ષ પહેલા ફરિયાદ થઈ હતી. જો કે હવે વિવાદિત અભિનેત્રી પાયલ રોહતગી સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ્દ કરવા હાઈકોર્ટના શરણે પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી પણ માંગી છે. સમગ્ર કેસમાંથી રાહત તેમજ કેસ રદ્દ કરવા કોર્ટ સમક્ષ અભિનેત્રી પાયલ રોહતગીએ આંસુ પણ સાર્યા છે. પરંતુ FIR રદ્દ કરવી કે નહિ તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. આ મામલે 29 એપ્રિલે વધુ સુનાવણી હાથ ધરાશે.  


આ સમગ્ર મામલો શું છે?


એક્ટ્રેસ પાયલ રોહતગીએ અમદાવાદના સેટેલાઈટીની સુંદર એપિટોમ સોસાયટીની એક ગ્રૂપ મીટિંગમાં ચેરમેન સાથે અભદ્ર વર્તન કર્યું હતું. પાયલ રોહતગીએ સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અશ્વિલ મેસેજ કરી ચેરમેનને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. પાયલે મીટિંગ દરમિયાન સભ્યોને ડરાવવા મોબાઈલમાં વીડિયો રેકોર્ડ શરૂ કર્યું હતું. જે અટકાવવાનું કહેતા જ તેણે સભ્યો સાથે અપશબ્દો બોલવાનું શરુ કર્યુ હતુ. તે ઉપરાંત પાયલ રોહતગીએ સોસાયટીના બાળકો કમ્પાઉન્ડમાં રમશે તો ટાંટિયા ભાગી નાખવાની ટ્વિટર પર ધમકી આપી હતી. જે બાદ પાયલ રોહતગી સામે સોસાયટીમાં જ રહેતા તબીબ અને સોસાયટીના ચેરમેન પરાગ શાહે ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ બાદ અભિનેત્રીની અટકાયત કરવામાં આવી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે