મહબુબા મુફ્તીની મોટી જાહેરાત, 'જમ્મુ અને કાશ્મિરમાં કલમ 370 ફરીથી અમલી નથી બનતી ત્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં લડું'


  • Published By :
  • Published Date : 2023-05-21 16:32:37

પિપલ્સ ડેમોક્રેટિક પાર્ટી  (PDP)ના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મિરના પૂર્વ સીએમ મહબુબા મુફ્તીએ મોટી જાહેરાત કરતા કરી છે. બેંગલૂરૂમાં મહબુબા મુફ્તીએ કહ્યું કે જ્યાં સુધી રાજ્યમાં ફરીથી કલમ 370 અમલી બનાવવવામાં નથી આવતી ત્યાં સુધી તે વિધાનસભાની ચૂંટણી નહીં લડે. મહબુબાએ કહ્યું કે જમ્મૂ-કાશ્મિરનો વિશેષ દરજ્જો તે ભારતના સંઘીય માળખાનું સૌથી સારૂં દ્રષ્ટાંત હતું. પરંતું  કલમ-370ને નાબુદ કરીને રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને તેને નિર્બળ બનાવવામાં આવ્યું.


ચીનનો પણ જમ્મુ અને કાશ્મિરમાં હસ્તક્ષેપ વધ્યો


પીડીપી નેતા મહબૂબા મુફ્તીએ બેંગલુરૂમાં કહ્યું કે ચીન હવે જમ્મૂ અને કાશ્મીરના મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. જ્યારે પહેલા માત્ર પાકિસ્તાન જ આવું કરતું હતું. આ બીજેપીએ કલમ-370 હટાવી તેનું જ પરિણામ છે.


દિલ્હીમાં થયું તે ખતરાની ઘંટડી


કર્ણાટકમાં મીડિયા સાથે ચર્ચા કરતા મહૂબુબાએ કહ્યું કે દિલ્હીમાં કેજરીવાલ સાથે જે થઈ રહ્યું છે તે બધા માટે ખતરાની ઘંટડી છે. ભારતીય  જનતા પાર્ટી નથી ઈચ્છતી કે કોઈ વિપક્ષનું અસ્તિત્વ પણ હોય. મહબૂબાએ કહ્યું કે દિલ્હી સરકારને શક્તિહીન કરી દેવામાં આવી છે. આવું બધાની સાથે થવા જઈ રહ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે