ચીનના અનેક શહેરોમાં લોકો કરી રહ્યા છે હિંસક પ્રદર્શન, આઝાદી માટે લોકો લગાવી રહ્યા છે અવાજ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-28 13:48:01

શિયાળો આવતા ચીનમાં કોરોના કેસમાં સતત વધારો થયો છે જેને કારણે સરકારે અનેક પ્રતિબંધો લગાવી દીધા હતા. સરકાર દ્વારા લગાવેલા પ્રતિબંધોનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. સરકાર પ્રત્યે લોકોની નારાજગી હવે આંદોલનમાં પરિવર્તિત થઈ રહી છે. સરકાર વિરૂદ્ધ નારા પણ લાગ્યા હતા. 

China Protest

China Protests

ચીનમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચ્યક્યું છે. પ્રતિદિન હજારોની સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. કોરોના સંક્રમણને રોકવા સરકાર દ્વારા પ્રતિબંધો લગાવી દેવામાં  આવ્યા હતા. વધતા પ્રતિબંધોને કારણે લોકોમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે. સરકારનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને જીનપિંગ વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. સરકારને હટાવવાની માગ ઉઠી રહી છે. 

China Protests

China Protests

સફેદ કોરા કાગળ લઈ લોકો સરકારનો વિરોધ કરી રહ્યા છે. સફેદ કાગળની સાથેના અનેક ફોચો વાયરલ થઈ રહ્યા છે. ચીનના અનેક શહેરોમાં આ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આવા પ્રકારનો વિરોધ ચીનમાં બહુ ઓછો જોવા મળે છે. સરકાર વિરૂદ્ધ પ્રદર્શન શાંધાઈ, બીજીંગ, ગુઆંગ્ઝુ સહિત અનેક શહેરોમાં જોવા મળી રહ્યું છે. આવું વિરોધ પ્રદર્શન જોવા મળતા સરકારની ચિંતામાં વધારો થયો છે કારણ કે એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને બીજી તરફ મોટી સંખ્યામાં  લોકો રસ્તા પર ભેગા થઈ રહ્યા છે.         




લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.

ભર ઉનાળે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કમોસમી વરસાદને કારણે જગતના તાતને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આવનાર દિવસમાં તાપમાનનો પારો વધશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ લોકોની એની રાહ જોઈ રહ્યા છે કે ચોમાસું ક્યારે બેસશે? ચોમાસાના આગમનને લઈ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.