આ પાંચ દેશોથી આવતા લોકોને કરાવો પડશે RT-PCR Test, ભારત સરકારે લીધો નિર્ણય


  • Published By :
  • Published Date : 2022-12-24 13:30:55

કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં તેમજ વિશ્વમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યું છે. ત્યારે કોરોના સંક્રમણ વધતા ભારત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ વણસે તે પહેલા કોરોનાને કાબુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારત સરકારે વિદેશથી આવતા લોકો માટે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. મનસુખ માંડવિયાએ જાણકારી આપતા કહ્યું કે આ ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે.


આ દેશોથી આવતા લોકોને કરાવો પડશે ટેસ્ટ 

ચીન, જાપાન, અમેરિકા જેવા દેશોમાં કોરોનાની સ્થિતિ એકદમ ખરાબ બની રહી છે. ભારતમાં કોરોનાને લઈ સ્થિતિ ખરાબ ન થાય તે પહેલા ભારત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાએ શનિવારે કહ્યું હતું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા લોકો માટે કોરોના રિપોર્ટ કરાવો ફરજીયાત કરવામાં આવ્યો છે. આ દેશોમાંથી આવતા લોકો જો કોરોના સંક્રમિત હશે તો તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. અગમચેતીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.             

  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે