ચીનમાં પ્રોફેશનલ ક્રાયરનો અનોખો બિઝનેસ, મૃતક પાછળ રડો અને પૈસા કમાઓ!


  • Published By :
  • Published Date : 2023-07-09 19:46:38

1. લોકોને રડવા માટે ચૂકવાય છે પૈસા

ચીનમાં પ્રોફેશનર ક્રાયરનો બિઝનેસ હાલમાં ખૂબ ચર્ચામાં છે. પ્રોફેશનલ ક્રાયર એટલે એવો વ્યવસાય જેમાં લોકોને પૈસા આપીને રડવા માટે બોલાવવામાં આવે છે.. સાઉથ ઇસ્ટ ચીનના ફુજિયાન પ્રાંતમાં આ પ્રથા છે.. કુલ 7 લોકોનું ગૃપ છે જેમને ફોન આવે એટલે તેઓ જેના ઘરમાં અવસાન થયું હોય તે ઘરે જાય અને રડવાનું કામ કરે છે. મૃતકના અંગત સગા, તેમનો સ્વભાવ અને તેમની જીંદગી વિશેની માહિતી આ ગૃપને આપી દેવાય છે અને તે મુજબ તેઓ ગીતો તૈયાર કરીને રડતા હોય છે. અડધો કલાક રડવાના આ લોકો 300 ડોલર વસૂલે છે.  


2. એક કલાક સુધી સળગતું રહ્યું વિમાન

અમેરિકાના કેલિફોર્નિયામાં એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઇ. લાસ વેગાસના એરપોર્ટ પરથી ઉડાન ભરીને નીકળેલું બિઝનેસ જેટ મુરીએટા શહેર પાસે તૂટી પડ્યું હતું.. પ્લેન ક્રેશ થયા બાદ એક કલાક સુધી આગમાં સળગતું રહ્યું. પ્લેન ક્રેશ કેવી રીતે થયો તેની તપાસ હજુ ચાલુ છે. જોકે, તપાસ અધિકારીઓને શંકા છે કે ધુમ્મસના કારણે રનવેની વિઝિબિલિટી ઓછી હોવાને કારણે આ અકસ્માત થયો હતો. 


3. ફ્રોડ ગુજરાતીઓને USમાંથી ડિપોર્ટ કરાશે

અમેરિકાના ટેક્સાસ, ન્યુયોર્કની લગભગ 2 ડઝન યુનિવર્સિટીઓએ ફ્રોડ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમાં અંદાજે 1100 વિદ્યાર્થીઓને ઇન્ડિયા ડિપોર્ટ કરી દેવાશે. આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના ગુજરાતી છે. અને છેલ્લા એક વર્ષથી અમેરિકામાં અભ્યાસ કરી રહ્યા છે. બનાવટી રીતે અમેરિકાની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવાનું આખું રેકેટ વડોદરા અને સુરતથી ઓપરેટ થઇ રહ્યું હતું. મહેશ્વરા, ચંદ્રશેખર અને સાગર હિરાની નામના 3 વ્યક્તિઓએ ‘વૉઇસ ઑફ ઇમિગ્રેશન’ નામથી વેબસાઇટ લૉન્ચ કરી હતી. અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇને એજન્ટ જે પ્રવેશ પરીક્ષાઓ હોય છે ટોફેલ. જીઆરઇ, IELTS જેવી પરીક્ષાના જવાબો એજન્ટ આપતા હતા. જો કે અમેરિકાની યુનિવર્સિટીઓ હવે આવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા જઇ રહી છે અને વિદ્યાર્થીઓને ઇન્ડિયા ડિપોર્ટ કરી રહી છે.  


4.. જાપાનમાં વરસાદને કારણે 3 લાખ લોકોનું સ્થળાંતર

જાપાનમાં સતત ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઇ ગયું છે. સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે પશ્ચિમ જાપાનના શિમાને પ્રાંતમાં અધિકારીઓએ 3 લાખથી વધુ રહેવાસીઓનું સ્થળાંતર કરાવ્યું હતું. ઇઝુમો પ્રાંતમાં 6 કલાકમાં 109 મીમી વરસાદ વરસ્યો હતો જેને કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. ઇઝુમો પ્રાંતના 20થી વધુ વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. 


5.  પાકિસ્તાનમાં પેસેન્જર વાનમાં બ્લાસ્ટ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના સરગોધામાં એક પેસેન્જર વાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની જેમાં 7 લોકોના મોત થયા હતા અને 14 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોમાં 4 વર્ષ અને 12 વર્ષના 2 બાળકો પણ સામેલ છે. તમામને સારવાર માટે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.  


6. કેનેડામાં ભારતીય શીખોનો ખાલિસ્તાનીઓને જવાબ

કેનેડામાં ભારતીય દૂતાવાસને ખાલિસ્તાન સમર્થકો વારંવાર નિશાન બનાવતા હોય છે.. જો કે આ વખતે કેનેડામાં રહેતા કેટલાક ભારતીય શીખો ખાલિસ્તાન સમર્થકોને જવાબ આપવા ભારતીય દૂતાવાસની કચેરીએ એકત્ર થયા હતા. અને ખાલિસ્તાન સમર્થકોની સામે તિરંગો લહેરાવી વંદે માતરમ ના નારા લગાવ્યા હતા. ભારતીય શીખોએ નિવેદન પણ આપ્યું હતું કે તમામ શીખો ખાલિસ્તાની ચળવળને સપોર્ટ કરતા નથી. દરેક શીખ ખાલિસ્તાની નથી. 


7.રશિયા-યુક્રેન યુદ્ધને 500 દિવસ પૂર્ણ 

રશિયા-યુક્રેન યુદ્ધને 500 દિવસ પૂરા થયા છે. યુક્રેન નાટો દેશોમાં સામેલ થાય એ માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અલગ અલગ દેશોનો પ્રવાસ કરી રહ્યા છે. ઝેલેન્સ્કીએ હાલમાં તુર્કીની મુલાકાત લીધી હતી જેમાં તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોઆને યુક્રેનના નાટોમાં જોડાણને સમર્થન આપ્યું . હતું. નાટો એટલે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. જે યુએસ અને યુરોપના દેશોનું સંગઠન છે.  બીજા વિશ્વયુદ્ધ પછી તેની રચના કરવામાં આવી હતી. વિશ્વ પર પ્રભુત્વ મેળવવા માટે અમેરિકા અને રશિયા બંને વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલે છે. સોવિયેત યુનિયન એટલે કે રશિયાનું વર્ચસ્વ રોકવા માટે આ લશ્કરી જોડાણ ઉભુ કરવામાં આવ્યું. અને તેમાં સમજૂતી થઇ કે જે દેશો આ સંગઠનના સભ્ય હોય તેમના પર જો રશિયા દ્વારા કોઇ હુમલો કરવામાં આવે તો તેને તમામ સભ્ય દેશોની મદદ મળશે. આગામી 11 જુલાઇએ નાટો શિખર સંમેલન થવા જઇ રહ્યું છે જેમાં યુક્રેનના નાટોમાં સામેલ થવા અંગે નિર્ણય લેવાશે


8. લગ્નની ના પાડતા છોકરીને જીવતી દાટી

ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં ભારતીય મૂળની 21 વર્ષની નર્સિંગની વિદ્યાર્થીનીની હત્યાની ઘટનામાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજા સંભળાવી છે.. આરોપીએ પહેલા યુવતીના હાથ-પગ બાંધીને તેનું અપહરણ કર્યું, પછી તેનું ગળું કાપીને તેને જમીનમાં જીવતી દાટી દીધી હતી. આરોપી યુવતીનો એક્સ બોયફ્રેન્ડ હતો અને યુવતીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડતા તેણે તેની હત્યા કરી હતી. 


9. ફાયરિંગ કરનારને 90 વર્ષની સજા

અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ સતત જોવા મળી રહી છે. લાખો પ્રયાસો બાદ પણ આજ સુધી આવી ઘટનાઓ પર અંકુશ નથી આવ્યો. જો કે સરકાર આવી ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. અમેરિકાના ટેક્સાસમાં વોલમાર્ટ સ્ટોરમાં લોકો પર ગોળીબાર કરનાર આરોપીને અમેરિકાની કોર્ટે 90 વર્ષની સજા સંભળાવી છે. આરોપીએ આ ઘટનામાં 23 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.


10. સમુદ્રના પેટાળમાં સંગીતની સૂરાવલિઓ

ફ્લોરિડાની કીઝ મરીન સેન્ચ્યુરીમાં અંડર વોટર મ્યુઝિક કોન્સર્ટ યોજાયો હતો. પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવાના અને કોરલ રીફના સંરક્ષણ પ્રત્યે લોકોને સભાન કરવાના હેતુથી યોજાયેલો આ કોન્સર્ટ 4 કલાક ચાલ્યો હતો જેમાં અંદાજે સાતથી આઠ જેટલા અંડરવોટર ડાઇવર્સે પર્ફોર્મન્સ આપ્યું હતું..



ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળના વિસ્તરણ પહેલા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા નવા જાતિગત સમીકરણોનું નિર્માણ થવાની સંભાવના દેખાઈ રહી છે.આજે રાજકોટમાં ચુંવાળિયા કોળી સમાજનું શક્તિપ્રદર્શન યોજાયું છે. આ સમીકરણો બનાવવા માટે કોંગ્રેસ ફરીથી સક્રિય થઇ છે. કોંગ્રેસ નેતા ભરત સિંહ સોલંકીએ થોડાક સમય અગાઉ D P મકવાણા જોડે બેઠક યોજી હતી. હવે આજે રાજકોટના મોરબી રોડ પર વેલનાથ બરામાં ચુંવાળિયા કોળી સમાજની બેઠક મળવા જઈ રહી છે.