ધરતીકંપના આંચકાનો અનુભવ દક્ષિણ અમેરિકાના દેશ પેરૂમાં થયો છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.2 નોંધાઈ હતી. આ ભૂકંપના આંચકાથી અફરા તફરી મચી ગઈ હતી. મીડિયા રિપોર્ટ અનુસાર આ તીવ્ર ભૂકંપનું કેન્દ્ર બિંદુ પેરૂના પશ્ચિમમાં એટીક્વિપાથી 8 કિલોમીટર દૂર હતું. આ મામલે કોઈ જાનહાનિ કે માલહાની થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી પરંતુ એવી માહિતી સામે આવી છે કે ભૂકંપને કારણે સુનામીનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અનેક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં ધરતીકંપ કેટલો ભયંકર હતો તે દેખાઈ શકાય છે.
7.2ની તીવ્રતા વાળા ભૂકંપનો થયો અનુભવ
ભૂકંપના આંચકાનો અનેક વખત અનુભવ આપણે કર્યો છે.. થોડી તીવ્રતા સાથે આવતા ભૂકંપમાં આપણે દોડભાગ કરવા લાગીએ છીએ ત્યારે પેરૂમાં 7.2ની તીવ્રતા વાળો ભૂકંપ આવ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શુક્રવાર સવારે 11 કલાકની આસપાસ પેરૂની ધરા ધ્રુજી હતી. આટલી તીવ્રતાવાળો ભૂકંપ આવવાને કારણે સુનામીની આગાહી કરવામાં આવી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળવાની શક્યતાઓ રહેલી છે.
ડરને મારે લોકો નિકળી ગયા ઘરની બહાર
એવી માહિતી સામે આવી છે કે 16 જૂને પણ પેરૂમાં ધરતીકંપનો અનુભવ થયો હતો. તે વખતે તેની તીવ્રતા 5.9 નોંધાઈ હતી. તે વખતે જાનહાની કે માલહાની થઈ ના હતી તેવી માહિતી સામે આવી છે. પરંતુ આ વખતે 7.2 તીવ્રતા વાળો ભૂકંપના આંચકાનો અનુભવ થયો. ડરના મારે લોકો ઘરની બહાર નીકળી ગયા. સુરક્ષિત સ્થળે લોકો ખસી જાય તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે. મહત્વનું છે કે સુનામીની ચેતવણી આપી દેવામાં આવી છે.