વિધાનસભાની ચૂંટણી પછી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા, કંપનીઓની ખોટ વધતા સરકાર પર દબાણ


  • Published By :
  • Published Date : 2022-12-03 18:30:46

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થઈ છે. રાજ્યમાં 5મી તારીખે બીજા તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ રાજ્યમાં કઈ પાર્ટીની સરકાર બનશે તેના કરતા સામાન્ય માણસને મૂંઝવતો સવાલ એ છે કે શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે?, ભૂતકાળને જોતા આ પ્રકારની આશંકા પ્રબળ બની છે.  


શું પેટ્રોલ-ડિઝલના ભાવ વધશે? 


સામાન્ય રીતે વિધાનસભાની કે અન્ય કોઈ પણ મોટી ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા અટકી જાય છે.  ભૂતકાળમાં ઘણી વખત જોવા મળ્યું છે, ચૂંટણી બાદ તરત જ પેટ્રોલ-ડિઝલના ભાવમાં અચાનક જ ઉછાળો જોવા મળે છે. જેમ કે કર્ણાટક વિધાનસભા ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા હતા. ત્યારબાદ તાજેતરમાં ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પણ આ જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એપ્રિલમાં ભાવ મર્યાદા પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 રૂપિયા પ્રતિ લિટરનો વધારો જોવા મળ્યો હતો.


ભાવ વધારાની આશંકા પ્રબળ કેમ?


ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી હોવાના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો નથી. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લો ફેરફાર 6 એપ્રિલ 2022ના રોજ થયો હતો. ત્યારથી લગભગ 8 મહિના વીતી ગયા છે અને તેની કિંમતો યથાવત છે. જો કે તેના કારણે દેશની ત્રણ મોટી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC),ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ને એપ્રિલ-સપ્ટેમ્બર દરમિયાન કુલ રૂ. 21,201.18 કરોડની ચોખ્ખી ખોટ થઈ છે. કંપનીઓ પર ભારે આર્થિર બોજો પડી રહ્યો છે તેથી સરકાર પર પણ નુકસાની ઘટાડવા માટે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાનું દબાણ થઈ રહ્યું છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે