પેટ્રોલ અને ડીઝલના ભાવ ક્યારે ઘટશે? પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કર્યો આ ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-06-11 15:18:17

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક વર્ષથી પણ વધુ સમયથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે હવે પરિસ્થિતી બદલવાની છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો થઈ શકે છે. તેમણે કહ્યું કે જો ક્રૂડ ઓઈલના ભાવ સ્થિર રહી તો ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો રહે છે તો તે ઘટાડાનો નિર્ણય કરી શકે છે. જો કે પુરીએ તેમ કહ્યું  કે જો આગામી ત્રણ મહિનામાં આ કંપનીઓનું આર્થિક પર્ફોર્મન્સ સ્થિર રહે છે તો તે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ઘટાડો કરવાની સારી સ્થિતીમાં હશે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે હાલ તો તે આ મામલામાં કોઈ પણ પ્રકારની જાહેરાત કરવાની સ્થિતીમાં નથી. 


ગત વર્ષે સરકારે એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી


ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લે ગયા વર્ષે એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કર્યો હતો. મે મહિનામાં કેન્દ્રએ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી. ત્યાર પછી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. શુક્રવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા, ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા અને કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ વર્ષે ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પછી આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણીઓ યોજાશે. એટલા માટે માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.