શું પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ GST હેઠળ આવશે, નાણામંત્રીએ આ મુદ્દે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-02-16 16:00:17

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાનું એક કારણ કેન્દ્ર સરકારના વિવિધ કરવેરા પણ છે. જો કે કેન્દ્ર સરકારે તેની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની કોઈ તૈયારી બતાવી નથી. પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવાની વાત પણ કેન્દ્ર સરકારને કરવામાં આવી તો પણ તે નકારી કાઢવામાં આવી છે. જો કે હવે નાણામંત્રી નિર્મલા સિતારમણે આ મુદ્દો રાજ્ય સરકારો પર ઢોળ્યો છે. 


શું કહ્યું નાણામંત્રી નિર્મલા સિતારમણે?


કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું છે કે,પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ  આવરી લેવા માટેની જોગવાઈ પહેલેથી જ છે. રાજ્યો વચ્ચે સહમતી બાદ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GST હેઠળ આવરી લેવામાં આવશે. ઉદ્યોગોના ગ્રૂપ પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સભ્યો સાથે બજેટ બાદ સંવાદ દરમ્યાન નાણામંત્રીએ આ મોટું નિવેદન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે હાલ પેટ્રોલિયમ ક્રૂડ, પેટ્રોલ, હાઈસ્પીડ ડિઝલ, કુદરતી ગેસ અને એટીએફને GSTમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. જો આવું થશે તો 2022 બાદ પહેલીવાર સરકારના કોઈ નિર્ણયથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, GST કાઉન્સિલની 49મી બેઠક આગામી 18 ફેબ્રુઆરીએ યોજાશે. 



ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે... ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને જેને કારણે ત્યાં પેટા ચૂંટણી થવાની છે. ત્યારે પોરબંદર લોકસભા બેઠકના મતદાતાઓ શું વિચારે છે તે જાણવા જમાવટની ઈલેક્શન યાત્રા પોરબંદર પહોંચી હતી.

દિશાહિન શ્રદ્ધા માણસોને ડૂબાડે છે... શ્રદ્ધા હોવી જોઈએ પરંતુ અનેક વખત માણસ શ્રદ્ધામાં વહી જાય છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના જેમાં દિશાહીન શ્રદ્ધાની વાત કરવામાં આવી છે.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલા વિવાદને શાંત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હર્ષ સંઘવીએ અનેક જગ્યાઓ પર બેઠક કરી છે ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે. ત્યારે સુરતમાં સી.આર.પાટીલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી છે.

જમાવટની ટીમે અમદાવાદ પશ્ચિમના ઉમેદવાર ભરત મકવાણા અને દિનેશ મકવાણાને તેમના વિઝન જાણવા માટે ફોન કર્યો હતો. ભાજપના ઉમેદવારે જવાબ ના આપ્યો જ્યારે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે કહ્યું કે શિક્ષા. આરોગ્ય જેવી વસ્તુઓ પર તે ધ્યાન આપશે.