પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી, અને તેના કારણે ઘણી ઇમારતો, જેમાં 100 વર્ષ જૂના એક ચર્ચનો પણ સમાવેશ થાય છે. વીજળી કટોકટી, પાણીની અછત અને આફ્ટરશોક્સના કારણે રેસ્ક્યુ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે.
પેસિફિક સમુદ્રમાં આવેલા દેશ ફિલિપાઇન્સમાં ભૂકંપે તબાહી મચાવી છે. ફિલિપાઇન્સના મધ્ય ભાગમાં, સીબુ પ્રાંતમાં 30 સપ્ટેમ્બર 2025ની રાત્રે 6.9 મેગ્નિટ્યુડનો મજબૂત ભૂકંપ આવ્યો હતો, જેના કારણે ઓછામાં ઓછા 69 લોકોના મોત થયા અને 150થી વધુ ઘાયલ થયા. મૃત્યુનો આંક હજુ વધવાની સંભાવના છે . આ ભૂકંપ બોગો શહેરની નજીક સમુદ્રમાં આવ્યો હતો, જેની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી. આફ્ટર શોક્સના કારણે , બચાવકામગીરીમાં ભારે તકલીફ આવી રહી છે. ફિલિપાઇન્સના સીબુ પ્રાંતમાં 'સ્ટેટ ઓફ કેલામિટી' જાહેર કરવામાં આવ્યું છે. આપને જણાવી દયિકે ફિલિપાઇન્સ પેસિફિક 'રિંગ ઓફ ફાયર' પર આવેલું હોવાથી ભૂકંપો અને આફતો ત્યાં વારંવાર આવે છે. રેસ્ક્યુ કામગીરીમાં ૭૦૦થી વધારે જે આફ્ટરશોક્સ આવ્યા છે તેના કારણે ખુબ મોટી અડચણો આવી રહી છે. રેસ્ક્યુ ટિમો જેમાં ફિલિપાઇન આર્મી, નેશનલ પોલીસ, ફાયર બ્યુરો અને લોકલ ડિઝાસ્ટર રિસ્પોન્સ યુનિટ્સનો સમાવેશ થાય છે, બોગો, સાન રેમિજીઓ અને ડાનબંતાયાન જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકામગીરી ચાલી રહી છે, જ્યાં તેઓ કોલેપ્સ થયેલી ઇમારતો અને લેન્ડસ્લાઇડ હેઠળ ફસાયેલા લોકોને શોધી કાઢવા સ્નિફર ડોગ્સ અને હેવી મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. પ્રમુખ ફર્ડિનાન્ડ માર્કોસ જૂનિયરે સર્ચ એન્ડ રેસ્ક્યુ, મેડિકલ એન્ડ રિલીફ ઓપરેશન્સને પ્રાયોરિટી આપી છે, અને કેબિનેટ સેક્રેટરીઓએ તાત્કાલિક સહાય માટે સંસ્થાઓને આદેશ આપ્યા છે. ફિલિપાઇનએ રેડ ક્રોસ અને અન્ય સંસ્થાઓએ ડોનેશન અને સપોર્ટ માટે એપીલ કરી છે, અને પ્રાઇવેટ સેક્ટર જેમ કે ચેમ્બર્સ ઓફ કોમર્સે રિકવરીમાં મદદની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
ફીલીપાઈન્સની વાત કરીએ તો તે હંમેશા ભૂકંપથી પ્રભાવિત રહ્યું છે કારણ કે તે પેસિફિક મહાસાગરના "રિંગ ઓફ ફાયર" પર આવેલું છે, જ્યાં ટેક્ટોનિક પ્લેટની હિલચાલ વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટી નીકળવાનું કારણ બને છે. ફિલિપાઇન્સમાં તાજેતરના વર્ષોમાં ઘણા મોટા ભૂકંપ આવ્યા છે, જેમાં 2013 ના બોહોલ ભૂકંપ (7.2 ની તીવ્રતા)નો સમાવેશ થાય છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા.