ફિલિપ્સએ 6 હજાર લોકોની કરી છટણી, ઓક્ટોબરમાં પણ 4 હજાર કામદારોની કરી હતી હકાલપટ્ટી


  • Published By :
  • Published Date : 2023-01-30 19:40:26

ડચ હેલ્થ ટેક્નોલોજી ફર્મ ફિલિપ્સે પણ સોમવારે છટણીની જાહેરાત કરી હતી. કંપનીના જણાવ્યા અનુસાર, તે તેના ગ્લોબલ મેનપાવરમાંથી 6000 લોકોને છૂટા કરશે. કંપની તેના નફાને યથાવતપણે જાળવી રાખવાના ઉદ્દેશ્ય સાથે આ નિર્ણય લઈ રહી છે, જે શ્વસન ઉપકરણોને પરત બોલાવ્યા બાદ ઘટી ગયો હતો. કંપનીને રેસ્પેરેટરી ડિવાઈસીસને રિકોલ કરવાના કારણે જોરદાર આર્થિક ફટકો પડ્યો હતો અને તેનો નફો ઘણો ઘટી ગયો હતો. 


છટણીનો બીજો રાઉન્ડ


કંપનીના જણાવ્યા અનુસાર, જો કે રિકોલ કરવાનો નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી કંપની તેની નકારાત્મક અસરોનો સામનો કરી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ટેક કંપની ફિલિપ્સમાં છટણીનો આ બીજો રાઉન્ડ છે. અગાઉ, કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં 4,000 લોકોની છટણી કરી હતી.



રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં હતા. વલસાડમાં તેમજ છોટા ઉદેપુરમાં તેમણે જનસભાને સંબોધી..અનેક વિષયો પર તેમણે વાત કરી હતી..પોતાના ભાષણ દરમિયાન કોંગ્રેસને આડેહાથ લીધી હતી.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો