અચ્છા! તો આ છે ઈન્ડોનેશિયાની નોટ પર ગણેશજીનો ફોટો હોવાનું અસલી કારણ


  • Published By :
  • Published Date : 2022-10-26 23:17:06

સ્ટોરી- Samir Parmar

ભારતીય ચલણ પર ઈન્ડોનેશિયાના ચલણની જેમ દેવી દેવતાઓના ફોટો હોવા જોઈએ તેવી અરવિંદ કેજરીવાલની માગથી રાજકારણ ગરમાઈ ગયું છે. ભાજપે જવાબ આપતા તેને ગુજરાતની ચૂંટણી જીતવા અને ધર્મનો ઉપયોગ કરવાનું ષડયંત્ર ગણાવ્યું છે. પરંતુ ઈન્ડોનેશિયાના ચલણ બાબતે આપણે ખરેખર ભગવાનના ફોટો છે અને છે તો કયા કારણોથી મુસ્લીમ આબાદીવાળા દેશમાં ભગવાનનો ફોટો રખાયો તે જાણી લઈએ. જો ફોટો હોય તો ક્યારથી ફોટો રાખવામાં આવ્યો, ફોટો રાખ્યા બાદ ઈન્ડોનેશિયાના ચલણમાં શું ફેરફારો આવ્યા તે બધું જાણવું જોઈએ. તો ચાલો જમાવટ પર જાણીએ સમગ્ર વિગતો.......    


ઈન્ડોનેશિયામાં હતું ચોલ વંશના રાજાઓનું સાશન 

ઈન્ડોનેશિયાની ચલણમાં ગણેશજીના ફોટો ક્યાંથી આવ્યો તે મામલે થોડું ઈતિહાસમાં ડોકીયું કરવું પડશે. ઈતિહાસમાં ચોલ વંશના રાજાઓનું ઈન્ડોનેશિયામાં સાશન હતું. ચોલ વંશના રાજાઓએ પોતાના સાશન કાળમાં મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું. અનેક મંદિરો તો હજુ પણ ઉભા છે. ઈંડોનેશિયામાં ગણેશજીને જ્ઞાન, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. આ જ કારણ હોઈ શકે કે ઈન્ડોનેશિયાના લોકોમાં ગણેશજીની શ્રદ્ધા હોય અને તેઓએ પોતાની નોટમાં ગણેશજીનો ફોટો રાખ્યો હોય. 


ઈન્ડોનેશિયન ચલણનો ઈતિહાસ તો જાણી લો

ઈન્ડોનેશિયાનું ચલણ એવું ચલણ છે જેના મૂલ્યમાં ઘણીવાર ઘટાડો થયો છે. ઈન્ડોનેશિયાના ચલણની શરૂઆત જાણવા થોડું ઈતિહાસમાં ડોકીયું કરી લઈએ. ઈન્ડોનેશિયામાં પહેલો સિક્કો નવમી સદીમાં બનાવવામાં આવ્યો હતો. 17મી સદીથી 20મી સદી સુધી ડચોએ ઈન્ડોનેશિયા પર રાજ કર્યું ત્યારે તેમણે પોતાની રીતે સુધારો કર્યા હતા. 1942થી 1947 સુધી જાપાની લોકોએ ચઢાઈ કરી અને ઈન્ડોનેશિયાનું ચલણ સાવ પડી ભાંગ્યું. ઈન્ડોનેશિયામાં પહેલી નોટ 1946માં છાપવામાં આવી હતી. તેની પહેલા જાપાનનું ચલણ વાપરવામાં આવતું હતું. ત્યાર બાદ વર્ષ 1953માં બેન્ક ઓફ ઈન્ડોનેશિયાની સ્થાપના થાય છે અને અત્યારનું જે ચલણ છે તે અસ્તિત્વમાં આવે છે. 1959થી 1965 સુધી અને 1992થી 1999 સુધી ઈન્ડોનેશિયામાં તેના ચલણનું ભારે અવમૂલ્યન થાય છે અને ઈન્ડોનેશિયન રૂપિયાહ ઉંધે માથે પડે છે. આ સમયગાળામાં ઈન્ડોનેશિયન રૂપિયાહનું ભારે મૂલ્ય ઘટી જાય છે. ભારતમાં જેમ નોટબંધી થઈ હતી તેમ જ ઈન્ડોનેશિયામાં 2005ના ગાળામાં નોટબંધી થાય છે અને ત્યારબાદથી તેમનું ચલણ થોડું ઠીકઠાક ચાલી રહ્યું છે. આ દરમિયાન જ 20 હજારની નોટ દાખલ કરવામાં આવી હતી જેમાં ગણેશજીનું ચિત્ર છે. પરંતુ હજુ પણ અવમૂલ્યન થઈ જ રહ્યું છે હવે ઈન્ડોનેશિયામાં ફરીવાર નોટબંધી કરવાની ચર્ચાઓ ચાલી રહી છે. 


20 હજારની ઈન્ડોનેશિયન નોટ પર છે ગણેશજીનો ફોટો 

 ભારતીય ચલણને રૂપિયો કહેવામાં આવે છે જ્યારે ઈન્ડોનેશિયાના ચલણને રૂપિયાહ કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયાના ચલણમાં 20 હજારની નોટ પર ગણેશજીનો ફોટો રાખવામાં આવ્યો છે. કારણ કે ઈન્ડોનેશિયા એક બિનસાંપ્રયાદિક દેશ છે અને પાંચ-છ ધર્મોને સત્તાવાર માન્યતા આપી છે. 20 હજારની નોટમાં બીજી બાજુ ક્લાસરૂમનો ફોટો રાખવામાં આવ્યો છે. આ ક્લાસમાં શિક્ષકો પણ છે અને વિદ્યાર્થીઓ પણ છે. બીજો એક ફોટો છે તે ઈન્ડોનેશિયાના પહેલા શિક્ષા મંત્રી હજર દેવાંત્રાનો છે. 1997માં જ્યારે એશિયાના અનેક દેશોના ચલણ તૂટ્યા હતા ત્યારે ઈન્ડોનેશિયાના ચલણના મૂલ્યમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયમાં 20 હજારના નોટ પર ગણેશજીનો ફોટો લગાવવાનો નિર્ણય લેવાયો હતો.  


અરવિંદ કેજરીવાલે ઈન્ડોનેશિયા વિશે શું કહ્યું 

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, ઈન્ડોનેશિયા એક મુસ્લીમ દેશ છે. ઈન્ડોનેશિયામાં 85 ટકા મુસ્લીમ છે અને 2 ટકા હિન્દુ છે, છતાં ત્યાંના ચલણ પર ગણેશજીનો ફોટો છે. મારી પ્રધાનમંત્રી મોદીને અપીલ છે કે આપણી નોટ પર પણ ગણેશજી અને લક્ષ્મીજીના ફોટો રાખવામાં આવે. 


 

 



ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.