ઉત્તરાખંડના પિથૌરાગઢમાં દર્દનાક દુર્ઘટના, શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો જીપ ખીણમાં ખાબકી, 9નાં મોત, 2 ઘાયલ


  • Published By :
  • Published Date : 2023-06-22 14:19:22

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં એક મોટી દુર્ઘટના સર્જાઇ હતી. શ્રધ્ધાળુંઓથી ભરેલી બોલેરો જીપ આજે સવારે રામગંગા નદીમાં ખાબકી હતી. આ  દુર્ઘટનામાં 9 લોકોના મોત થયા છે. આ શ્રધ્ધાળુંઓ હોકરા મંદિર જઇ રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં નવ લોકોના મોત થયા હતા જ્યારે બે જણાને ગંભીર ઇજા પહોંચી હતી. દુર્ઘટના સમયે જીપમાં લગભગ 12 લોકો સવારી કરી રહ્યા હતા.ઘટનાની જાણ થતા પોલીસ અને  SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રાહત-બચાવની કામગીરી શરૂ કરી હતી. જીપમાં સવાર તમામ લોકો બાગેશ્વર તાલુકાના ભનારના રહેવાસી હતા.


જીપ 500 મીટર ઊંડી ખાઈમાં ખાબકી


બાગેશ્વર જિલ્લાના સમાથી હોકરા તરફ જઈ રહેલી બોલેરો કારને જબરદસ્ત અકસ્માત નડ્યો હતો અને જીપ 500 મીટર ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જેમના મૃતદેહ મળી આવ્યા છે. બે લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. દુર્ઘટના બાદ સ્થાનિક લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. બચાવ માટે એક ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આશંકા છે કે મૃત્યુઆંક પણ વધી શકે છે.


બચાવ દળ રવાના


પિથૌરાગઢ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર, પોલીસ, SDRF અને એમ્બ્યુલન્સ અને રેવન્યુ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો  કપકોટ, શામા અને ભનારના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ કપકોટથી SDRF અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે