આનંદો, ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થયો PM કિસાન યોજનાનો 13મો હપ્તો


  • Published By :
  • Published Date : 2023-02-27 17:54:05

ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે, આખરે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો 13મો હપ્તો આવી ગયો છે. પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોને હોળી પહેલા એક મોટી ભેટ આપતાં કર્ણાટકના બેલાગવીમાં 8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં કિસાન સન્માન નિધિના 13મો હપ્તો બહાર જમા કરવ્યો હતો.પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ 16,800 કરોડની રકમ લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવી છે. ખેડૂતોના ખાતામાં 2,000ની રકમ જમા થઈ ગઈ જતા ચોક્કસપણે તેમણે રાહતની લાગણી અનુભવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોદી સરકારે અત્યાર સુધીમાં 11 લાખ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા છે. 


ખેડૂતો તેમનું નામ કઈ રીતે ચેક કરે?  


1. સૌથી પહેલા તમે PM કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.


2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.


3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.



યોજનાનો લાભ લેવા E-KYC અનિવાર્ય

 

ખેડૂતો જો PM કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છે પણ જો હજી સુધી તમારું E-KYC કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું E-KYC કરાવી લેવું અનિવાર્ય છે.


E-KYC શા માટે?


કેન્દ્ર સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે E-KYC ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.


ખેડૂતોના હિતાર્થે શરૂ કરાઈ યોજના


પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જુન 2019માં ખેડૂતોના હિત માટે કિસાન સન્માન નિધિ (પીએમ કિસાન યોજના) હેઠળ ખેડૂતોને 3 હપ્તામાં 2-2 હજારના હપ્તા લેખે વર્ષે 6,000 રુપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. જે સીધી તેમના બેન્ક ખાતામાં ટ્રાન્સફર થાય છે. અત્યાર સુધી પીએમ કિસાન યોજનાના 13 હપ્તા આવી ચૂક્યા છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.