PM કિસાન યોજના માટે 60 હજાર કરોડ, 13 મા હપ્તાના રૂ 2 હજાર બેંક ખાતામાં ક્યારે ટ્રાન્સફર થશે?


  • Published By :
  • Published Date : 2023-02-03 18:45:51

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ માટે કેન્દ્ર સરકારે બજેટ 2023માં કુલ 60 હજાર કરોડની ફાળવણી કરી છે. હવે ખેડૂતો આ યોજનાના 13માં હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે 2023-24માં 13માં હપ્તાની રકમ આગામી કેટલાક દિવસોમાં ખેડુતોના ખાતામાં જમા થઈ જશે.


PM કિસાન સન્માન નીધી યોજના શું છે?


દેશભરમાં ખેડૂતોને આર્થિક મદદ માટે આ PM કિસાન સન્માન નીધી યોજના શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ દરેક ખેડૂતના ખાતામાં ત્રણ હપ્તામાં 6 હજારની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે. દર હપ્તે ખેડૂતોના ખાતામાં 2 હજારની રકમ જમા કરાવવામા આવે છે.  આ પૂર્વે કેન્દ્ર સરકારે ઓગસ્ટ-નવેમ્બર 2022માં 10 લાખ ખેડૂતોને 12માં હપ્તા તરીકે 8 કરોડ રૂપિયા જાહેર કરાયા હતા.  


આ મહિનામાં 13મો હપ્તો જમા થશે


હવે ખેડૂતો ડિસેમ્બર-માર્ચ ક્વાર્ટરમાં આવતા 13મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. બજેટ 2023-24માં પીએમ કિસાન યોજનાના ફંડની જાહેરાત સાથે, તે સંભાવના પ્રબળ બની છે કે ફેબ્રુઆરી 2023ના પહેલા પખવાડિયા સુધીમાં ખેડૂતોને હપ્તાના રૂપમાં રકમ જારી કરવામાં આવી શકે છે. આવું એટલા માટે પણ છે કારણ કે બિહાર સહિત ઘણા રાજ્યોએ લાભાર્થી ખેડૂતોને તેમના ખાતાના ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે 28 જાન્યુઆરી, 2023 ની છેલ્લી તારીખ આપી હતી, જે હવે સમાપ્ત થઈ ગઈ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે