PM મોદી, અમીત શાહ, અને બિહારના CM નિતીશ કુમારની હત્યાના ધમકીભર્યા ફોનથી દિલ્હી પોલીસ દોડતી થઈ


  • Published By :
  • Published Date : 2023-06-21 15:55:31

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આજે બુધવારે (21 જૂન) દિલ્હી પોલીસે પીએમ મોદીની હત્યા કરવાના ધમકીભર્યા ફોનથી હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસના આઉટર ડિસ્ટ્રિક્ટ પીસીઆરને ફોન આવ્યો જેમાં એક શખ્સે પીએમ મોદી, બિહારના CM નિતીશ કુમાર અને દેશના ગૃહમંત્રી અમિત શાહને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પીએમ-ગૃહમંત્રી અને બિહારના CMને ધમકી મળતા જ દિલ્હી પોલીસે આ મામલે એક ટીમ બનાવી અને મામલાની તપાસ શરૂ કરી.


ધમકી આપનારા શખ્સની થઈ ઓળખ


પીએમ મોદીને ધમકી મળી તે અંગે દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે સવારે એક વ્યક્તિએ આઉટર ડિસ્ટ્રિક્ટ પોલીસને PCR કોલ કર્યો અને બિહારના મુખ્યમંત્રીને મારી નાખવાની ધમકી આપી. થોડા સમય બાદ બીજા કોલમાં પીએમ અને ગૃહમંત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર યુવકની ઓળખ થઈ ગઈ છે, તેનું નામ સંજય વર્મા છે અને તે દિલ્હીના માદીપુર વિસ્તારનો રહેવાસી છે. સંજયના પરિવારજનોના જણાવ્યા પ્રમાણે સંજય ગઈ રાતથી દારૂ પી રહ્યો છે. હવે દિલ્હી પોલીસ સંજયને શોધી રહી છે.




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.