PM મોદી સહિત અનેક હસ્તીઓએ અમિતાભ બચ્ચનનને 80માં જન્મદિનની શુભકામનાઓ પાઠવી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-11 14:00:58

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન આજે પોતાનો 80મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ચાહકો અને સેલીબ્રેટી સુધી દરેકે સોશિયલ મીડિયા મારફતે અમિતાભ બચ્ચનને અભિનંદન આપી રહ્યા છે. હિન્દી સિનેમાના સૌથી મોટા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને તેમના જન્મદિવસની રાત્રે તેમના ચાહકોને સરપ્રાઈઝ આપી હતી અને મુંબઈમાં તેમના નિવાસસ્થાન 'જલસા'ની બહાર તેમણે લોકોનો આભાર માન્યો હતો. આ દરમિયાન અમિતાભ બચ્ચન સાથે તેમની પુત્રી શ્વેતા બચ્ચન પણ હતી. બીજી તરફ શ્વેતા બચ્ચને તેના પિતા સાથેની તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેની સાથે તેણે એક ખાસ પોસ્ટ પણ લખી છે.


શ્વેતા બચ્ચને જુની તસવીરો પોસ્ટ કરી


પોસ્ટમાં આબિદા પરવીન અને નસીબો લાલના ગીતના બોલ શ્વેતા બચ્ચને લખ્યા છે. આ પોસ્ટ સાથે શેર કરાયેલ પ્રથમ તસવીરમાં શ્વેતા બચ્ચન અને અમિતાભનું બોન્ડિંગ જોવા મળે છે. બીજી તસવીરમાં બિગ બી સાથે શ્વેતાની બાળપણની તસવીર છે જેમાં તે હાથ પકડેલી જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં બિગ બી તેમના સ્વર્ગસ્થ માતા-પિતા હરિવંશ રાય બચ્ચન અને તેજી બચ્ચન સાથે જોવા મળે છે.


PM મોદીએ પણ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અમિતાભ બચ્ચનના 80માં જન્મદિને તેમના દીર્ઘાયું અને તંદુરસ્ત જીવનની કામના કરતી પોસ્ટ કરી હતી. પીએમ મોદીએ ટ્વીટ કરી લખ્યું " અમિતાભ બચ્ચનજીને તેમના 80માં જન્મદિનનની ખુબ-ખુબ શુભકામનાઓ તે ભારતની સૌથી નોંધપાત્ર ફિલ્મ હસ્તીઓમાંની એક છે જેમણે પેઢી દર પેઢી પ્રેક્ષકોને મોહિત કર્યા છે અને તેમનું મનોરંજન કર્યું છે. તે લાંબુ અને સ્વસ્થ જીવન જીવે.' અત્રે ઉલ્લેખનિય છે કે માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ મનોરંજન અને રાજનીતિ જગતના તમામ લોકો અમિતાભને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.



૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.