મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટના પર પીએમ મોદીએ તોડ્યું મૌન, સાંભળો શું કહ્યું...


  • Published By :
  • Published Date : 2023-07-20 11:25:39

મણિપુરમાં મહિલાઓ સાથે બનેલી ઘટનાને લઈ પીએમ મોદીએ પ્રતિક્રિયા આપી છે. ચોમાસા સત્રના પહેલા દિવસે પીએમ મોદીએ મણિપુરમાં બનેલી અને માનવતાને શર્મસાર કરતી ઘટનાને લઈ પોતાનું મૌન તોડ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। 

माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं। - પીએમ મોદી

ગઈકાલથી દરેક જગ્યાઓ પર એક ઘટનાની ચર્ચા થઈ રહી છે. મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો અંગેની. વીડિયો દિલ કંપાવી દે તેવો હતો. મણિપુરની ઘટનામાં ફાટી નિકળેલી હિંસા અંગે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક મહિનાઓથી મણિપુર બળી રહ્યું છે. સત્તા પક્ષ તેમજ પીએમ મોદી મણિપુરની હિંસા અંગે પોતાનું મૌન તોડે તેવી માગ કરી રહ્યા હતા. ત્યારે આજે પીએમ મોદીએ મણિપુરમાં મહિલા સાથે થયેલા વ્યવહાર પર પ્રતિક્રિયા આપી છે. 'मेरा हृदय पीड़ा से भरा हुआ है। क्रोध से भरा हुआ है। मणिपुर की जो घटना सामने आई है, किसी भी सभ्य समाज के लिए शर्मसार करने वाली घटना है। पाप करने वाले, गुनाह करने वाले कितने हैं, कौन हैं, वो अपनी जगह पर हैं, लेकिन बेइज्जती पूरे देश की हो रही है। 140 करोड़ भारतीयों की हो रही है। मैं सभी मुख्यमंत्रियों से अपील करता हूं कि वे माताओं बहनों की रक्षा करने के लिए कठोर से कठोर कदम उठाएं।



મણિપુર અંગે પહેેલી વખત બોલ્યા પીએમ મોદી!

પીએમ મોદીની પ્રતિક્રિયા પર અનેક લોકો કહેશે કે બડી દેર કર દી આતે આતે કોઈ કહેશે દેર આયે દુરસ્ત આયે. પરંતુ અનેક મુદ્દાઓ એવા હોય છે જેમાં  પ્રતિક્રિયા આપવામાં મોડું કરવું યોગ્ય નથી હોતું. મણિપુર વિશે પ્રથમ વખત પીએમ મોદીએ મૌન તોડ્યું છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે