ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી, ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવે છે: PM મોદી


  • Published By :
  • Published Date : 2023-04-03 18:29:20

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની ડાયમંડ જ્યુબિલી ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન PMએ કહ્યું કે દેશની પ્રીમિયમ ઈન્વીસ્ટિગેશન એજન્સી તરીકે CBIના 60 વર્ષ સિદ્ધિઓથી ભરેલા છે. જનતાને સીબીઆઈ પર વિશ્વાસ છે. જાણો PM મોદીના સંબોધનની ખાસ વાતો.


(1) આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે CBIની મુખ્ય જવાબદારી દેશને ભ્રષ્ટાચારથી મુક્ત કરવાની છે. ભ્રષ્ટાચાર એ સામાન્ય ગુનો નથી. ભ્રષ્ટાચાર ગરીબોના અધિકારો છીનવી લે છે, અને અનેક ગુનાઓને જન્મ આપે છે. લોકશાહી અને ન્યાયના માર્ગમાં ભ્રષ્ટાચાર સૌથી મોટો અવરોધ છે.


(2) PM મોદીએ કહ્યું કે આજે દેશમાં ભ્રષ્ટાચાર સામે લડવા માટે રાજકીય ઈચ્છાશક્તિની કોઈ કમી નથી. તમારે ક્યાંય સંકોચ કરવાની જરૂર નથી, ક્યા અટકી જવાની જરૂર નથી"


(3) CBIના વધતા કાર્યક્ષેત્રના વખાણ કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, છેલ્લા 6 દાયકામાં CBIએ Multi Dimensional અને Multi Disciplinary તપાસ એજન્સી તરીકે પોતાની ઓળખ બનાવી છે, આજે CBIનો વ્યાપ વિશાળ બની ગયો છે. CBIએ મહાનગરથી જંગલ સુધી દોડવું પડે છે.


(4) CBI પર સામાન્ય લોકોના વિશ્વાસ વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે તેની કાર્યશૈલી, કાર્યક્ષમતા અને ક્ષમતાઓથી CBIએ લોકોમાં ઊંડો વિશ્વાસ જગાવ્યો છે. CBI સત્ય, ન્યાયની બ્રાન્ડ બનીને ઉભરી છે! આટલી હદે સામાન્ય લોકોનો ભરોસો અને વિશ્વાસ જીતવો એ સરળ બાબત નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે