PM મોદીએ કોરોનાની સ્થિતી અને તૈયારી અંગે યોજી હાઈ લેવલ બેઠક


  • Published By :
  • Published Date : 2022-12-22 20:22:11

ચીનમાં કોરોના સંક્રમણ વધતા દુનિયાભરમાં ચિંતાનો માહોલ છે અને ભારત સહિત અન્ય દેશો પણ એલર્ટ થઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને તૈયારી અંગે હાઈલેવલ બેઠક યોજી છે. સ્વાસ્થ્ચ મંત્રાલય તરફથી વડાપ્રધાન મોદીને વિસ્તારથી માહિતીગાર કરવામાં આવ્યા હતા. 


PM મોદીએ કોરોના અંગે માહિતી મેળવી


પીએમ મોદીએ બેઠકમાં કોરોનાની સ્થિતિ અને સ્વાસ્થ્ય મંત્રાલયની તૈયારીઓને લઈ સવાલો કર્યા હતા. વડાપ્રધાન મોદી સાથે કોવિડ પર યોજાયેલી બેઠકમાં નિષ્ણાંતોએ કોવિડ 19 પર ભારત અને ચીન સહિત અન્ય દેશોની સ્થિતિમાં તફાવતને સ્પષ્ટ કરી હતી. પીએમ મોદીએ યોજેલી આ મિટીંગમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, પીકે મિશ્રા, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ અજય ભલ્લા, પેટ્રોકેમિકલ સચિવ, સિવિલ એવિએશન સચિવ હાજર રહ્યા હતા.


મનસુખ માંડવિયાએ શું કહ્યું?


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની લોકોને અપીલ કરી હતી. તેની સાથે-સાથે આ મહામારી સામે લોકજાગૃતી લાવવા માટે અનુરોધ કર્યો હતો. દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે