PM મોદીએ તિરંગા યાત્રાને યાદ કરી, આતંકવાદીઓને કહ્યું હતું, 'હું સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ વગર લાલ ચોક પર તિરંગો ફરકાવીશ'


  • Published By :
  • Published Date : 2023-02-08 21:45:21

પ્રધાનમંત્રી મોદીએ આજે બુધવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપતા વિપક્ષ પર જોરદાર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે રાહુલ ગાધીનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકોના ભાષણ પર તેમના સમર્થક કુદાકુદ કરી રહ્યા હતા અને તેમને રાત્રે ઉંઘ પર સારી આવી હશે. જો કે પીએમ મોદીના સમગ્ર ભાષણમાં સૌથી વધુ ચર્ચા તેમના કાશ્મીરમાં આતંકની સમસ્યા મુદ્દે થઈ રહી છે. પીએમ મોદીએ તેમની કાશ્મીર તિરંગા યાત્રાને યાદ કરી હતી. તેમણે કહ્યું કે જ્યારે મેં કાશ્મીરમાં શ્રીનગરના લાલચોક પર તિરંગો લહેરાવવાના સંકલ્પ સાથે કાશ્મીર યાત્રાનો પ્રારંભ કર્યો તે વખતે આતંકવાદીઓએ પોસ્ટરો લગાવ્યા હતા. આ પોસ્ટરો પર લખ્યું હતું  કે કોણે પોતાની માતાનું દુધ પીધું છે કે લાલચોક પર આવી તિરંગો ફરકાવવા માગે છે. 


મોદીએ આતંકવાદીઓને પડકાર્યા


પીએમ મોદીએ કહ્યું કે 24 જાન્યુઆરીનો તે દિવસ હતો જ્યારે મેં કહ્યું હતું  કે આતંકવાદીઓ કાન ખોલીને સાંભળી લો, 26 જાન્યુઆરીના દિવસે બરાબર 11 વાગ્યે હું  કોઈ પણ પ્રકારની સિક્યુરીટી કે બુલેટ પ્રુફ જેકેટ પહેર્યા વગર લાલ ચોક પર આવીશ અને લાલ ચોક પર તિરંગો ફરકાવીશ અને મે તિરંગો ફરકાવ્યો પણ હતો. ત્યાર બાદ મીડિયાના લોકો આ અંગે મને પુછવા લાગ્યા તો મે કહ્યું હતું કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશમાં તિરંગો લહેરાવવામા આવે છે ત્યારે ભારતમાં દારૂગોળાથી સલામી આપવામાં આવે છે, જ્યારે આજે તો દુશ્મન દેશના દારૂગોળા પણ સલામી આપી રહ્યા છે. પીએમ મોદીએ કાશ્મીરની સ્થિતી અંગ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને લઈને કેટલાક લોકો કહીં રહ્યા હતા કે અહીં તિરંગો ફરકાવવાથી શાંતિ ડહોળાવાનો ખતરો છે. ત્યારે કાશ્મીરમાં તેમને તિરંગો લહેરાવવાથી પણ ડર લાગતો હતો.


કાશ્મીરમાં આજે સેંકડો લોકો ફરી શકે છે


પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે, 'આજે જે શાંતિ આવી છે, તમે આજે શાંતિથી ત્યાં જઈ શકો છો, સેંકડોની ભીડમાં જઈ શકો છો, આ માહોલ અને પર્યટનની દુનિયામાં અનેક દશકો બાદ જમ્મૂ કાશ્મીરે રેકોર્ડ તોડ્યાં છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં લોકતંત્રનો ઉત્સવ મનાવવામાં આવે છે. આજે જમ્મૂ-કાશ્મીરમાં 'હર ઘર તિરંગા'નો સફળ કાર્યક્રમ થઈ રહ્યો છે.' શ્રીનગરમાં થિયેટરો હાઉસફુલ ચાલી રહ્યા છે અને આતંકવાદીઓ દુર-દુર સુધી જોવા પણ મળતા નથી.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.