વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. સોમવારે ઓસ્ટ્રેલિયાના સિડની પહોંચ્યા હતા. પોતાના પ્રવાસ દરમિયાન ઉદ્યોગપતિ સાથે પણ મુલાકાત કરવાના છે. મુલાકાત દરમિયાન પીએમે ઉદ્યોગપતિઓને ભારતમાં નિવેશ કરવા આમંત્રણ આપ્યું હતું. પોતાના પ્રવાસ દરમિયાન અનેક મોટી હસ્તિઓને મળવાના છે. પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયા સુપરના સીઈઓ, ફોર્ટેસ્કિયુ ફ્યુચરના સીઈઓ સહિતના અનેક ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી. તે ઉપરાંત પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ પણ હાજરી આપી શકે છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે 24 માર્ચના રોજ બેઠક કરવાના છે.
પીએમ મોદીએ અખબારને આપ્યું ઈન્ટરવ્યુ!
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે પીએમ મોદી હાલ ગયા છે. પોતાના પ્રવાસ દરમિયાન અનેક લોકો સાથે મુલાકાત કરવાના છે. સોમવારે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન અખબારને ઈન્ટરવ્યું આપ્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયાના સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે હું એવી વ્યક્તિ નથી જે સરળતાથી સંતુષ્ટ થઈ જાય, અને હું જાણું છું કે ઓસ્ટ્રેલિયાના પીએમ અબ્લનીઝ પણ આવા જ છે. મને ખાતરી છે કે જ્યારે આપણે ફરીથી સિડનીમાં સાથે હોઈશું, ત્યારે આપણને દ્વિપક્ષીય સંબંધોને આગળના સ્તરે કેવી રીતે લઈ જઈ શકાય તે શોધવાની તક મળશે.
ભારતીય મૂળના લોકોને કરશે પીએમ મોદી સંબોધિત!
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સારા મિત્રો હોવાનો ફાયદો એ છે કે અમારી પાસે ખુલ્લું મન છે અને એકબીજાના વિચારોની પ્રશંસા કરીએ છીએ. ઓસ્ટ્રેલિયા બારતની સ્થિતિને સમજી ચૂંક્યું છે અને તેનાથી અમારા દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર થવાની નથી. પીએમ મોદી સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20 હજારથી વધુ લોકોને સંબોધિત કરવાના છે. મળતી માહિતી અનુસાર લોકોને કાર્યક્રમ માટે ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવશે. મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર પીએમ મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલવામાં આવશે. હવેથી આ વિસ્તારને લિટલ ઈન્ડિયા નામથી ઓળખવામાં આવશે,






.jpg)








