Quad Summit 2024: ભારત 2024માં ક્વાડ સમિટની યજમાની કરશે, PM મોદીએ જાહેરાત કરી


  • Published By :
  • Published Date : 2023-05-20 19:45:10

જાપાનના હિરોશિમામાં PM નરેન્દ્ર મોદીએ આજે શનિવારે (મે 20)ના રોજ ક્વાડ દેશોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન PM મોદીએ કહ્યું હતું કે 2024માં ભારતમાં ક્વાડ સમિટનું આયોજન કરીને અમને ખુશી થશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયન PM એન્થોની અલ્બેનીઝ અને જાપાનના પીએમ ફુમિયો કિશિદા સાથેની બેઠકમાં PM મોદીએ કહ્યું કે આ ક્વાડ  સમિટમાં ભાગ લઈને મને ખુશીની અનુભૂતિ થાય છે.


PM મોદીએ કર્યું સંબોધન 


PM મોદીએ ક્વાડ રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધતા કહ્યું હતું કે ક્વાડની મીટિંગ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે મંચ વૈશ્વિક ભલાઈ, લોકોના કલ્યાણ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રયાસ કરવાનું ચાલુ રાખશે. ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે