વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પીએમ મોદીએ કર્યું સંબોધન! પર્યાવરણને લઈ ભારત દ્વારા લેવાતા પગલા અંગે કરી આ વાત!


  • Published By :
  • Published Date : 2023-06-05 16:54:10

દર વર્ષે પાંચ જૂનના રોજ વિશ્વ પર્યાયવરણ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પર્યાવરણમાં થતાં ફેરફાર અને આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી. ત્યારે આ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છા પાઠવી હતી. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 


પર્યાયવરણ દિવસ નિમિત્તે પીએમનું સંબોધન!

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ પર્યાવરણ સંરક્ષણ અને આબોહવા પરિવર્તન માટે સ્પષ્ટ રોડમેપ સાથે આગળ વધી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભારતે ટેલિકોમ નેટવર્કને 4G અને 5G સુધી વિસ્તરણ કર્યું છે, તો તેણે તેના વન કવરને પણ સમાન સ્તર સુધી વધાર્યું છે. લોકોને સંબોધતા તેમણે કહ્યું- 'આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિકથી મુક્તિ મેળવવાની છે. આખી દુનિયા આજે આ વિષય પર વાત કરી રહી છે પરંતુ ભારત છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેના પર કામ કરી રહ્યું છે. 



પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો થીમ પર થઈ રહી છે ઉજવણી!

દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષની થીમ પ્લાસ્ટિકને લઈને છે. આ વખતે તેનું સ્લોગન પ્લાસ્ટિક પોલ્યુશન હટાવો પર રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનિય છે કે પ્લાસ્ટિક પ્રદુષણથી ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વ પ્લાસ્ટિક પ્રદૂષણથી અસરગ્રસ્ત રહ્યું છે. પ્લાસ્ટીકના ઉપયોગથી પર્યાયવરણને ખુબ નુકસાન પહોંચે છે. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પીએમે પોતાના સંબોધન દરમિયાન કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું- 'વર્ષ 2018માં ભારતે પ્લાસ્ટિકથી છૂટકારો મેળવવા માટે બે સ્તરે કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં એક તરફ અમે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યો છે, તો બીજી તરફ પ્લાસ્ટિકના કચરાનું રિસાઇકલ કરવું ફરજિયાત બનાવ્યું છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે