PM મોદીના મુંડનવાળો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ, આ તસ્વીરની શું છે હકીકત?


  • Published By :
  • Published Date : 2023-01-05 16:46:08

સોશિયલ મીડિયા પર અનેક વખત એવા ફોટા વાયરલ થતા હોય છે જે ચર્ચાનો વિષય બનતા હોય છે. અનેક વખત ખોટા મેસેજ પણ જતા હોય છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં પીએમ મોદી ક્લીન શેવ લુક અને મુંડન સાથે દેખાય છે.  જ્યારે આ અંગે તપાસ કરવામાં  આવી ત્યારે આ ફોટો એડિટેડ છે તે અંગે જાણકારી મળી હતી.

રિવાજો અનુસાર કરાયો હતો હીરાબાનો અંતિમ સંસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 વર્ષીય માતા હીરાબાનું નિધન 30 ડિસેમ્બરના રોજ થયું હતું. લાંબા સમયથી તેઓ બિમાર હતા અને હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પુત્ર ધર્મ નિભાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી પહોંચ્યા હતા. હિંદુ રીતિ રિવાજો મુજબ હીરાબાનો અંતિમસંસ્કાર કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ ચપ્પલ કાઢી પોતાની માતાને કાંધ આપી હતી ઉપરાંત માતાને મુખાગ્નિ પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ તમામ રિવાજોને નિભાવ્યા હતા.



ત્યારે માતાના  નિધન બાદ વડાપ્રધાન મોદીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીએ મુંડન અને ક્લીન શેવ કરાવ્યું હોય તેવો ફોટો વાયરલ થયો હતો. હિંદુ રીતિ-રિવાજો અનુસાર તેમણે મુંડન કરાવ્યું હોય તેવું વાયરલ ફોટા પરના કેપ્શન પર લખવામાં આવ્યું હતું. 


સોશિયલ મીડિયા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે મોદીજીએ તમામ રિવાજો સાદગીથી નિભાવ્યા છે. રિવાજોના અનુસાર તેમણે માતાના અંતિમ સંસ્કાર કર્યા અને સાચા પુત્રની જેમ તેમણે મુંડન પણ કરાવ્યું છે. આ સિવાય ફોટા પર કેપ્શન લખવામાં આવ્યું હતું કે તે એક હિંદુ છોકરાની જેમ તેમણે હિંદુ સંસ્કારોને માન આપ્યું છે. 


શું છે વાયરલ ફોટાની હકીકત?

જ્યારે આ વાયરલ ફોટા અંગે તપાસ કરવામાં આવી તે દરમિયાન ખબર પડી કે જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તેનો સાચો ફોટો પાંચ વર્ષ જૂનો છે. પાંચ વર્ષ પહેલાના ફોટા પર એડિટિંગ કરી આ ફોટો હાલ વાયરલ કરવામાં આવી રહ્યો છે.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે