પીએમ મોદીએ વીડિયો શેર કરી પાઠવી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામના, વીડિયોમાં સમજાવ્યું યોગનું મહત્વ!


  • Published By :
  • Published Date : 2023-06-21 09:06:43

ભારતને યોગ ગુરૂ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી યોગ અને ભારતનો વિશેષ સંબંધ રહ્યો છે. શારીરિક તેમજ માનસિક આરોગ્ય માટે યોગને લાભદાયક માનવામાં આવે છે. ત્યારે યોગનું માહાત્મ્ય વિશ્વભરના લોકો સુધી પહોંચે તે માટે દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. પીએમ મોદી હાલ અમેરિકાના રાજકીય પ્રવાસે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર હેડક્વાર્ટરમાં યોગ કરી કરશે. વીડિયો મેસેજના માધ્યમથી પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર સંદેશો આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.


અલગ અલગ થીમ પર થાય છે વિશ્વ યોગ દિવસની ઉજવણી

વર્ષ 2015થી દર વર્ષે 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થાય છે. 27 સપ્ટેમ્બર 2014ના રોજ વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં આ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેમના પ્રસ્તાવનો સ્વીકાર થયો અને 2015થી આ દિવસની ઉજવણી શરૂ થઈ. દર વર્ષે અલગ અલગ થીમ પર આ દિવસની ઉજવણી થતી હોય છે. આ વર્ષની થીમ છે વસુધૈવ કુટુંબકમ માટે યોગા. મહત્વનું છે દર વર્ષે પીએમ મોદી સહિત અનેક રાજકીય નેતાઓ યોગ કરી આ દિવસની ઉજવણી કરે છે. 



પીએમ મોદીએ સમજાવ્યું યોગનું મહત્વ

ઈન્ટરનેશનલ યોગ દિવસ નિમીત્તે પીએમ મોદીએ વીડિયો સંદેશો પાઠવ્યો છે જેમાં તેમણે કહ્યું કે જ્યારે 2014માં યુએન જનરલ એસેમ્બલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો ત્યારે રેકોર્ડ સંખ્યામાં દેશોએ તેનું સમર્થન કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના માધ્યમથી યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. યોગ માટે કહેવાય છે કે, કર્મમાં કુશળતા જ યોગ છે. આઝાદીના અમૃતકાળમાં આ મંત્ર ખૂબ જ મહત્વનો છે, જ્યારે આપણે યોગની સિદ્ધિ સુધી પહોંચી જઈએ છીએ. યોગ દ્વારા આપણે કર્મયોગ સુધીની યાત્રા મને વિશ્વાસ છે કે, યોગથી આપણે આપણા સ્વાસ્થ્યને શાનદાર બનાવીએ છીએ. આપણા સામર્થ્ય, આપણો માનસિક વિસ્તાર, આપણી ચેતના શક્તિ આ સંકલ્પ સાથે તમામને યોગ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.  



સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પીએમ મોદી કરશે યોગ

વધુમાં તેમણે કહ્યું કે આપણે નવા વિચારોનું સ્વાગત કર્યું છે. તેમને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સમૃદ્ધ કર્યા છે. તેમને સેલિબ્રેટ કર્યું છે. એવી દરેક સંભાવના યોગ પ્રબળથી પ્રબળતમ કરે છે. યોગ આપણા અંતદ્રષ્ટિનો વિસ્તાર આપે છે. યોગ આપણને આ ચેતનાથી જોડે છે, જે આપણને એકતાનો અનુભવ કરાવે છે. આપણે યોગ દ્વારા અંતર્વિરોધોને ખતમ કરવાનું છે. આપણને યોગ દ્વારા વિરોધો અને પ્રતિરોધોને ખતમ કરવાનો છે. આપણે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાને વિશ્વની સામે ઉદાહરણ રજૂ કરવાનું છે.પીએમ મોદી ભારતીય સમય અનુસાર સાંજે સાડા પાંચ વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજીત એક વિશાળ યોગ કાર્યક્રમમાં ભાગ લેશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે