બ્રિટનના PM ઋષિ સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને પર ફૂલ વેચ્યા, લોકોને થયું આશ્ચર્ય


  • Published By :
  • Published Date : 2022-11-04 14:06:08


બ્રિટનની અર્થવ્યવસ્થા મંદીમાં છે, મોંઘવારી આસમાને છે અને રાજકીય અસ્થિરતા પણ જોવા મળી રહી છે. સ્પષ્ટ છે કે આવી સ્થિતિમાં દેશના નવા વડાપ્રધાન ઋષિ સુનકની સામે મોટા પડકારો છે. આમ છતાં પીએમ સુનકની અનોખી સ્ટાઈલ જોવા મળી રહી છે. હા, સુનક લંડન ટ્યુબ સ્ટેશન પર મુસાફરોને Poppies  (એક પ્રકારનું ફૂલ) વેચતા જોવા મળ્યા હતા. પોતાના ટોચના નેતાને આવું કરતા જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.


સુનકે પોપી ડે માટે ફંડ એકઠું કર્યું


આ Poppies કાગળમાંથી બનાવવામાં આવ્યા હતા અને સુનકે ફંડ ઊભુ કરવા માટે તેમણે 5 પાઉન્ડમાં એક ફૂલ વેચ્યું હતું. આ ફંડ રોયલ બ્રિટિશ લીજનના વાર્ષિક લંડન પોપી ડે માટે એકત્ર કરવામાં આવ્યું હતું. યુકેના પીએમ બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સના સ્વયંસેવકોનો ભાગ બન્યા જે ઘરે ઘરે જઈને લોકો પાસે દાન માંગી રહ્યા છે.


લોકોએ પીએમ સાથે પણ વાતચીત કરી હતી


પીએમ સુનકની આવા જાહેર સ્થળે હાજરીને કારણે સામાન્ય લોકોને તેમની સાથે વાત કરવાનો મોકો મળ્યો. ઘણા લોકોએ તેમના વડાપ્રધાન સાથે સેલ્ફી લીધી અને તેમની સાથે થોડી ચર્ચા કરી. આ પછી કેટલાક લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી અને પોતાનો અનુભવ જણાવ્યો. લોકોએ ભારતીય મૂળના પ્રથમ બ્રિટિશ વડા પ્રધાન સાથે વાતચીત કરવાના અનુભવને અદ્ભુત ગણાવ્યો હતો.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .