Congress કાર્યાલય પર થયેલા પથ્થરમારા બાદ ગરમાઈ રાજનીતિ! Rahul Gandhiએ કરી ટ્વિટ તો Jignesh Mevaniએ કહી આ વાત..


  • Published By :
  • Published Date : 2024-07-03 15:15:31

રાહુલ ગાંધીએ સંસદમાં એક ભાષણ આપ્યું હતું જેને લઈ વિવાદ છેડાઈ ગયો છે.. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના કાર્યાલય પર બજરંગ દળ તેમજ VHPના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી.. ગઈકાલે ભાજપની યુવા પાંખ મોરચાના સભ્યો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. તે વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આવી પહોંચ્યા.. તોડફોડ બાદ સમાચાર સામે આવ્યા કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે પથ્થરમારો થયો. 

કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલાને લઈ રાહુલ ગાંધીએ કરી આ ટ્વિટ

અંદાજીત 30 મિનીટ સુધી પથ્થરમારો ચાલુ રહ્યો... અંતે પોલીસ આવી અને કોંગ્રેસ કાર્યાલયથી કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી જેમાં અનેક MLA પણ હતા તેવા સમાચાર સામે આવ્યા. આ તોડફોડ બાદ રાહુલ ગાંધી દ્વારા એક ટ્વિટ કરવામાં આવી.. જેમાં તેમણે કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલા વિશે વાત કરી. ટ્વિટમાં તેમણે લખ્યું કે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર કાયરતાપૂર્ણ અને હિંસક હુમલો ભાજપ અને સંઘ પરિવાર વિશેના મારા મુદ્દાને વધુ મજબૂત બનાવે છે. તે સિવાય રાહુલ ગાંધીએ ફરી એક વખત જણાવ્યું કે ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધન સરકાર બનાવશે.


જીગ્નેશ મેવાણીએ કરી આ પોસ્ટ

આ મામલે જીજ્ઞેશ મેવાણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે સરકારના પગ ચાટવામાં ગુજરાત પોલીસ ટોચ પર છે. પ્રામાણિકપણે પોતાનું કામ કરતા કેટલાક સારા પોલીસકર્મીઓને કદાચ આ ન ગમે, પરંતુ હવે પોલીસની આ છબી છે. ગઈકાલે કોંગ્રેસના કાર્યકરો પર પથ્થરમારો થઈ રહ્યો હતો ત્યારે પોલીસ સ્પષ્ટપણે એકતરફી કાર્યવાહી કરતી જોવા મળી હતી. પોલીસ કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસીને પાંચ ટર્મના ધારાસભ્યને ગલીના ગુંડાઓની જેમ ખેંચી જતી જોવા મળી હતી, જ્યારે પોલીસ ભાજપના ગુંડાઓને રોકવાનો પ્રયાસ પણ કરી રહી ન હતી.આવા સંજોગોમાં ન્યાયની કોઈ આશા રાખી શકાય? ત્યારે તમારૂં આ મામલે શું  કહેવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.