દિલ્હીના આ વિસ્તારમાં પડ્યો ભૂવો! રસ્તો બેસી જતા લોકોને પડી હાલાકી!


  • Published By :
  • Published Date : 2023-05-03 12:16:13

ચોમાસા દરમિયાન ભૂવા અનેક જગ્યાઓ પર પડતા હોય છે. પરંતુ હવે તો રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વાપરવામાં આવતા સામાનની ગુણવત્તાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આપણને એમ થતું હોય કે રસ્તાઓમાં ભૂવા માત્ર અમદાવાદમાં પડતા હોય છે પરંતુ આ વાત ખોટી છે. દેશના અનેક રાજ્યોમાં ભૂવા પડવાની ઘટના બનતી હોય છે. ત્યારે દિલ્હીના એક રસ્તા પર ભૂવો પડ્યો છે. જેને કારણે લોકોને આવન જાવન માટે તકલીફ પડી રહી છે.

દિલ્હીના રસ્તા પર જોવા મળ્યો ભૂવો! 

સારા રોડ રસ્તા હોવા એ પ્રાથમિક જરૂરિયાત છે. રસ્તાઓને દેશની પ્રગતિનો માર્ગ પણ માનવામાં  આવે છે. પરંતુ આજકાલ તો રસ્તાઓ એટલી બિસ્માર હાલતમાં જોવા મળે છે કે તેને જોઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ગુજરાતમાં અનેક વખત રસ્તાઓ પર ભૂવા પડ્યા છે. અમદાવાદમાં પણ અનેક વખત રસ્તાની વચ્ચોવચ ખાડા પડ્યા હોય છે. ચોમાસાની સિઝન દરમિયાન આવા કિસ્સાઓ સામે આવવા ઘણા સામાન્ય હોય છે. આપણને ઘણી વખત થતું હોય છે કે આવી ઘટના ગુજરાતમાં જ બનતી હોય છે. પરંતુ દિલ્હીથી પણ આવી ઘટના સામે આવી છે. જ્યાં રસ્તા પર ભૂવો પડ્યો છે. દિલ્હીના Khureji khas નજીક રસ્તો ભાંગી પડ્યો છે. 


અમદાવાદના અનેક રસ્તાઓની હાલત બિસ્માર!

રોડ રસ્તાના નિર્માણ દરમિયાન વપરાતા સામાનની ગુણવત્તાને લઈ અનેક વખત સવાલો ઉભા થાય છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં નિર્માણ પામેલા રસ્તા પર ખાડા તેમજ ડામર ઉખડેલા દેખાય.અનેક બ્રિજ એવા છે જ્યાં તિરાડો દેખાતી હોય છે અને અમુક તો એવા બ્રિજ છે જેને માત્ર મહિનાઓની અંદર તોડવાની નોબત આવી ગઈ છે. અનેક રસ્તાઓ પર રસ્તા બેસી જતા હોય છે. ભૂવા પડી જતાં હોય છે. ત્યારે દિલ્હીમાં પણ આવી ઘટના સર્જાઈ છે. ભૂવો પડવાને કારણે બેરિકેટ મૂકી દેવામાં આવ્યા છે.         




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.