શું પ્રતીક અને ઝુબેરને નોબેલ શાંતિ પુરસ્કાર મળશે? દાવેદારોની રેસમાં અગ્રેસર છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-05 20:44:51

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત શુક્રવારે નોર્વેની રાજધાની ઓસ્લોમાં કરવામાં આવશે. રોઇટર્સના સર્વે અનુસાર, આ વર્ષે જે દાવેદારોના નામ સૌથી ટોચ પર ચાલી રહ્યા છે તેમાં બે ભારતીય યુવાનો પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેરનો સમાવેશ થાય છે. ભારતના પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર ઉપરાંત વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO),મ્યાનમારની રાષ્ટ્રીય એકતા સરકાર, બેલારુસના વિપક્ષી નેતા સ્વેત્લાનાનો પણ સમાવેશ થાય  છે. નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાની પસંદગી નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા કરવામાં આવશે. આ પાંચેય સભ્યોની નિમણૂક નોર્વેની સંસદ દ્વારા કરવામાં આવી છે. 


કોણ છે પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર?


પ્રતિક સિંહા અને મોહમ્મદ ઝુબેર ભારતની ફેક્ટ-ચેકિંગ વેબસાઇટ Alt Newsના સ્થાપક છે. ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે કે ફેક્ટ-ચેકર્સ પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર જીતવાના દાવેદારોમાં સામેલ છે. પ્રતીક સિંહા અને મોહમ્મદ ઝુબેર Alt News નામની વેબસાઇટ ચલાવે છે, જે સોશિયલ મીડિયા પર ફેલાતા કથિત ફેક ન્યૂઝની હકીકત તપાસે છે. ટાઈમ મેગેઝિન અનુસાર, ફેક્ટ ચેક વેબસાઈટ Alt Newsના સહ-સ્થાપક, પ્રતિક અને ઝુબેર નોમિનેશનના આધારે નોબેલ પુરષ્કાર જીતવાના દાવેદારોમાં છે, જે નોર્વેના સંસદસભ્યો દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ઝુબેરની ધરપકડના સમગ્ર વિશ્વમાં તીવ્ર પડઘા પડ્યા હતા, જેનો અનેક સંગઠનોએ વિરોધ કર્યો હતો.


શું કહ્યું પ્રતિક સિંહાએ?


Alt Newsના સ્થાપક સહસ્થાપક પ્રતીક સિંહા સાથે જ્યારે જમાવટ મીડિયાએ વાત કરી તો તેમણે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. જો કે તેમણે ખુબ જ નમ્રતા સાથે કહ્યું કે નોબેલ પીસ માટે અન્ય મજબુત દાવેદારો પણ છે અને ટાઈમ મેગેઝિનનના રિપોર્ટમાં જ અમારા અંગે દાવો કરવામાં આવ્યો છે. જો કે શુક્રવારે જ્યારે નોર્વેજિયન નોબેલ સમિતિના પાંચ સભ્યો દ્વારા નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતાના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે જ ખરેખર કોને ઈનામ મળ્યું તે સ્પષ્ટ થઈ જશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે