હમાસ-ઈઝરાયેલ યુદ્ધમાં 11 અમેરિકનોના મોત, રાષ્ટ્રપતિ જો બિડેને નાગરિકોની સુરક્ષાને લઈ કહી આ મોટી વાત


  • Published By :
  • Published Date : 2023-10-10 22:45:38

પેલેસ્ટિનિયન ચરમપંથી જૂથ હમાસે શનિવારે દક્ષિણ ઇઝરાયેલમાં અનેક રોકેટ હુમલા કર્યા, જેમાં ઓછામાં ઓછા 700 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ થયા. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને દાવો કર્યો છે કે ચરમપંથી જૂથ હમાસ અને યહૂદી રાષ્ટ્ર વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઓછામાં ઓછા 11 અમેરિકનો માર્યા ગયા છે.રાષ્ટ્રપતિ જો બિડેનને ટાંકીને વ્હાઇટ હાઉસે કહ્યું કે આ યુદ્ધમાં ઘણા અમેરિકન લોકો જેમણે ઇઝરાયેલ નાગરિકતા પણ મારવામાં આવી છે. માર્યા ગયેલા અમેરિકન લોકો વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. જો બિડેને વધુમાં કહ્યું કે 'દેશમાં હોય કે વિદેશમાં, અમેરિકન નાગરિકોની સુરક્ષા મારા માટે પ્રથમ આવે છે. રાષ્ટ્રપતિ બિડેને હમાસ દ્વારા પકડાયેલા લોકોમાં અમેરિકન નાગરિકોનો પણ સમાવેશ થતો થવાની સંભાવના વ્યક્ત કરી છે. તેમણે અમેરિકન અધિકારીઓને દરેક મોરચે ઇઝરાયલના અધિકારીઓ સાથે કામ કરવાની સૂચના આપી છે. બિડેને પણ હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલાની નિંદા કરી છે.


રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર નિક્કી હેલી પણ કર્યું ઈઝરાયેલનું સમર્થન


રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે ચાલી રહેલા નિક્કી હેલી અને વિવેક રામાસ્વામી અને અન્ય પ્રતિષ્ઠિત ભારતીય-અમેરિકન નેતાઓએ હમાસના અણધાર્યા હુમલામાં સેંકડો લોકોના મોત બાદ ઈઝરાયેલને સમર્થન આપ્યું છે. હેલીએ રવિવારે 'એનબીસી ન્યૂઝ'ને કહ્યું, 'હમાસ અને તેને ટેકો આપતી ઈરાની સરકાર 'ઈઝરાયલનો અંત, અમેરિકાનો અંત' ના નારા લગાવી રહી હતી. આપણે આ યાદ રાખવાનું છે. આપણે ઇઝરાયેલની સાથે છીએ કારણ કે હમાસ, હિઝબુલ્લાહ, હુથી અને ઈરાન સમર્થકો અમને નફરત કરે છે.' વધુમાં તેમણે કહ્યું, 'આપણે યાદ રાખવું પડશે કે જે કંઈ ઈઝરાયેલ સાથે થયું છે તે અમેરિકામાં પણ થઈ શકે છે. હું આશા રાખું છું કે આપણે બધા એક થઈને ઈઝરાયેલની સાથે ઊભા રહેવું પડશે, કારણ કે તેમને અત્યારે આપણી ખરેખર જરૂર છે.' હેલીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને 'તેમને (હમાસ) ખતમ કરવા કહ્યું હતું.' જ્યારે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદ માટે નોમિનેશન મેળવવાની રેસમાં રહેલા રામાસ્વામીએ કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાથી અમેરિકાએ એક મહત્વપૂર્ણ પાઠ શીખ્યો છે કે તે પોતાની સરહદોની સુરક્ષાને લઈને બેદરકાર ન રહી શકે.


2007થી ગાઝા પટ્ટી પર હમાસનું શાસન


હમાસ એ પેલેસ્ટિનિયન ઇસ્લામિક આતંકવાદી જૂથ છે, જે 2007 થી ગાઝા પટ્ટી પર શાસન કરી રહ્યું છે. ગાઝા પટ્ટીની વસ્તી લગભગ 23 લાખ છે. તે 41 કિલોમીટર લાંબો અને 10 કિલોમીટર પહોળો વિસ્તાર છે જે ઇઝરાયેલ, ઇજિપ્ત અને ભૂમધ્ય સમુદ્રથી ઘેરાયેલો છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.