વડાપ્રધાન મોદીએ જો બાઈડનને આપી વિશેષ ભેટ, ગુજરાતનું મીઠું, પંજાબનું ઘી, ગણેશજીની મૂર્તિ સહિતની આપી ગિફ્ટ, જાણો વિગતો


  • Published By :
  • Published Date : 2023-06-22 11:01:45

અમેરિકાના પ્રવાસે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા છે. અમેરિકામાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. વોશિંગ્ટનમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમનું સ્વાગત કરાયું હતું અને તે બાદ વ્હાઈટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાએ પીએમ મોદી માટે ખાસ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. ડિનર બાદ પીએમ મોદીએ આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમને વિશેષ ઉપહારો પણ આપવામાં આવ્યા હતા. જે ગિફ્ટ જો બાઈડન અને જિલ બાઈડનને આપવામાં આવી તેમાં ભારતના અનેક રાજ્યની ઝલક જોવા મળે છે. તો સામે જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે.

             

પીએમ મોદીએ આપ્યા વિશેષ ઉપહાર! 

ભારત પોતાની મહેમાનગતિને કારણે વિશ્વમાં વિખ્યાત છે. આપણે ત્યાં મહેમાનને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. ત્યારે આવી ઝલક અમેરિકામાં જોવા મળી હતી. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. પીએમ મોદી ભારતથી અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ પ્રથમ મહિલા માટે વિશેષ ઉપહારો લઈને ગયા હતા. 

ભેટમાં જોવા મળી વિવિધ રાજ્યોની ઝાંખી!

પીએમ મોદીએ જે ભેટો આપી છે તે વિશેષ છે. ભેટમાં 24 કેરેટનો હોલમાર્ક સોનાનો સિક્કો, મહારાષ્ટ્રનો ગોળ, ઉત્તરાખંડના ચોખા, તમિલનાડુના તલ, કર્ણાટકના મૈસુરમાંથી ચંદનનો ટુકડો, પશ્ચિમ બંગાળના કારીગરો દ્વારા બનાવવામાં આવેલું ચાંદીનું નાળિયેર, ગુજરાતનું મીઠું,પંજાબનું ઘી આપવામાં આવ્યું છે. તે સિવાય બોક્સમાં ગણપતિની મૂર્તિ પણ આપી. ગણપતિજીને વિધ્નહર્તા કહેવામાં આવ્યા છે. તે સિવાય ઉત્તરપ્રદેશમાં બનેલી તાંબાની પ્લેટ જેમાં શ્લોક લખવામાં આવ્યો છે તે ભેટના સ્વરૂપમાં આપવામાં આવી. અમેરિકાના ફસ્ટ લેડીને પણ વિશેષ ભેટ આપી છે. 7.5 કેરેટનો ઈકો ફ્રેન્ડલી ગ્રીન ડાયમંડ ભેટમાં આપ્યો છે.


પીએમ મોદીને પણ આપવામાં આવી ભેટ! 

જો બાઈડને પણ પીએમ મોદીને અનેક ભેટો આપી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ પીએમ મોદીને 20મી સદીની બુક ગૈલે, વિન્ટેજ અમેરિકન કેમેરા, અમેરિકન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી પરનું પુસ્તક અને રોબર્ટ ફ્રોસ્ટની સંગ્રહિત કવિતાઓની પ્રથમ આવૃત્તિની નકલ ભેટમાં આપશે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે