વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરો ઈન્ડિયા 2023ની કરાઈ શરૂઆત, ફાઈટર પ્લેને ખેચ્યું બધાનું ધ્યાન


  • Published By :
  • Published Date : 2023-02-13 17:43:43

બેંગ્લુરૂમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરફોર્સ બેઝ યેલાહંકા ખાતે એરો ઈન્ડિયા મેગા શોનું ઉદ્ધાટન કર્યું હતું. એરો ઈન્ડિયાના 14માં એડિશનની શરૂઆત કરવા બેંગ્લોર ખાતે આવેલા એર ફોર્સ સ્ટેશન પહોંચ્યા હતા. આ શો પાંચ દિવસ સુધી ચાલવાનો છે. બેંગ્લુરુના આસમાનમાં ભારતીય વાયુસેનાના વિમાન પોતાની તાકાત બતાવતા હતા. સૌ કોઈની નજર એચએએલના વિમાન પર હતી. વિમાનના પાછળના ભાગમાં હનુમાનજીનો ફોટો દોરવામાં આવ્યો હતો. પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે રક્ષા એક એવું ક્ષેત્ર છે જેમાં તકનીકી, માર્કેટ અને સતર્કતાને સૌથી અધરૂ માનવામાં આવે છે. આ કાર્યક્રમ 13 ફ્રેબુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે.

   

પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ કરી અનેક વાત  

વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમૃતકાલનું ભારત એક ફાઈટર પ્લેનની જેમ આગળ વધી રહ્યું છે. જેને ઉંચાઓથી ડર નથી લાગતો. પહેલા આ માત્ર એર શો હતો, પરંતુ હવે આ ભારતની તાકાત બની સામે આવી રહ્યું છે. કોરોના કાલ બાદ પ્રથમ વખત આ શોમાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે ભારતમાં સરકારનો સ્પષ્ટ ઈરાદો છે. વર્તમાન સરકાર દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં એફડીઆઈ મંજૂરીનો માહોલ સર્જાયો છે. તેથી જ દેશ અને વિશ્વના રોકાણકારોએ ભારતમાં સર્જાયેલા આ સહાયક વાતાવરણનો લાભ લેવો જોઈએ. તેમણે એવું પણ કહ્યું હતું કે આ એર શો એક કારણે ખાસ છે કે એ કર્ણાટક જેવી ટેક્નોલોજીની દુનિયામાં સ્થાન મેળવનારા રાજ્યમાં યોજાયો હતો. 

એર શો દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક ટીમે હાર્ટ શેપ બનાવ્યો હતો.

રક્ષામંત્રી પણ રહ્યા હતા ઉપસ્થિત 

રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કહ્યા હતા. તેમણે કહ્યું કે કર્ણાટકની ભૂમિ ધર્મ, તત્વજ્ઞાન, આધ્યાત્મિકતા, બહાદુરી અને વિજ્ઞાનની ભૂમિ રહી છે. રાજ્ય ઔદ્યોગિકીકરણમાં અગ્રેસર રહ્યું છે અને આપણા દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર યોગદાન આપનારાઓમાનું એક છે.   




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે